For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાંગારુઓને પરાસ્ત કરવા પાંચ બોલર સાથે ઉતરશે ટીમ ઇન્ડિયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

irfan pathan
કોલંબો, 27 સપ્ટેમ્બર: શુક્રવારે ભારત ટી-20 વિશ્વકપના સુપર-8 મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. 2012ના ટી-20 વિશ્વકપમાં પોતાની પ્રથમ સુપર-8 મેચમાં ભારતે નબળા બોલિંગ પક્ષને મજબૂત કરવા માટે પાંચ બોલર્સ સાથે મેદાન પર ઉતરવાનું વિચાર્યું છે.

ઇંગ્લેન્ડ સામેની મેચમાં શાનદાર વિજય અને હરભજન સિંહના સુંદર પુનરાગમને એક પ્રશ્ન ખડો કર્યો છે કે, ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કઇ જોડી સાચા અર્થમાં સફળ પુરવાર થશે. ઓસ્ટ્રેલિયાએ તેની બંને લીગ મેચમાં શાનદાર પ્રદર્શન કરી આયર્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ સામે વિજય મેળવ્યો હતો.

ભારતના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ સ્પષ્ટ સુચન આપ્યું છે કે તે પાંચ બોલર્સ સાથે મેદાન પર ઉતરશે. જેના કારણે એક બેસ્ટમેનને પડતો મુકવામાં આવશે. બની શકે કદાચ એ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ હોય અથવા તો યુવરાજ સિંહ હોય. ધોનીએ કહ્યું છે કે આ એક અઘરો નિર્ણય બની રહેશે. જો કે, ઇંગ્લેન્ડ સામેની મેચ પાંચ બોલર્સની રણનીતિથી ભારત જીત્યું હતું.

હવે જોવાનું એ રહ્યું કે સુકાની ધોની કયા પ્રકારનું બોલિંગ કોમ્બિનેશન ઓસ્ટ્રેલિયા સામેની સુપર-8 મેચમાં અપનાવે છે. તે ત્રણ સ્પિનર્સ કે પછી ત્રણ ઝડપી બોલરનું ફોર્મેટ ઓસ્ટ્રેલિયા સામે અપનાવે છે કે કેમ તે રસપ્રદ વાત ક્રિકેટ રસીકો માટે બની રહેશે. હાલના ફોર્મ અંગે વાત કરવામાં આવે તો, ઝહીર ખાનની સરખામણીએ બાલાજી નિર્જીવ પીચ પર સારો બોલર સાબિત થશે, કારણ કે વૈવિધ્યપૂર્ણ બોલ ફેંકવા માટેની કુશળતાં બાલાજીમાં છે.

ઓસ્ટ્રેલિયાના બે બેટ્સમેન ડેવિડ વોર્નર અને માઇક હસી મત્ત્વના બેટ્સમેન છે. હાલ બન્ને બેટ્સમેન ફોર્મમાં છે ત્યારે હરભજન સિંહને ટીમમાં સમાવવો જરૂરી છે, કારણ કે બન્ને ડાબોડી બેટ્સમેન વિરુદ્ધ હરભજનનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

ઇંગ્લેન્ડ સામેની મેચમાં ટીમમાંથી બહાર રહેલા આર અશ્વિનનો ટીમમાં સમાવેશ થઇ શકે છે. આ ઉપરાંત ઇરફાન પઠાણ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે.

English summary
India are likely to go in with five specialist bowlers to plug their bowling loopholes when they take on the mighty Australians in its opening 'Super Eight' fixture of the ICC World Twenty20 here tomorrow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X