For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એશિયન ગેમ્સઃ ફ્રી સ્ટાઈલ કુશ્તી-68 કિલો વર્ગમાં દિવ્યાએ જીત્યો કાંસ્ય પદક

એશિયન ગેમ્સમાં ભારતીય ટીમને વધુ એક મોટી સફળતા મળી છે. ફ્રીસ્ટાઈલ કુશ્તીના 68 કિલો વર્ગમાં ભારતની દિવ્યા કાકરનને કાંસ્ય પદક મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

એશિયન ગેમ્સમાં ભારતીય ટીમને વધુ એક મોટી સફળતા મળી છે. ફ્રીસ્ટાઈલ કુશ્તીના 68 કિલો વર્ગમાં ભારતની દિવ્યા કાકરનને કાંસ્ય પદક મળ્યો છે. દિવ્યા કાકરને તાઈવાનની રેસલરને 10-10 થી મ્હાત આપીને આ કાંસ્ય પદક પોતાના નામે કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવ્યા કાકરને કાંસ્ય પદક જીતવા પર અભિનંદન પાઠવતા ટ્વિટ કર્યુ છે.

divya

આ પહેલા મહિલા પહેલવાન વિનેશ ફોગાટે કુશ્તીમાં સુવર્ણ પદક મેળવ્યો. મહિલા કુશ્તીમાં એશિયન ગેમ્સમાં સુવર્ણ પદક મેળવનાર ફોગાટ પહેલી મહિલા પહેલવાન છે. આ સાથે ભારતીય નિશાનેબાજોએ પણ શાનદાર ખેલનું પ્રદર્શન કર્યુ અને બે રજત પદક પોતાના નામે કર્યા. વળી રિયો ઓલિમ્પિકમાં છવાઈ જનાર દીપા કરમાકરે આ વખતે ફાઈનલ માટે ક્વોલિફાય કરી શકી નહિ. ત્રીજા દિવસે સૌરભ અને અભિષેક બાદ સંજીવ રાજપૂતે 50 મીટર રાઈફલ-3 પોઝિશનને સિલ્વર મેડલ મેળવ્યો છે. ફાઈનલમાં તેમણે 452.7 પોઈન્ટ મેળવ્યા. ચીની ખેલાડીએ ગોલ્ડ મેળવ્યો.

આ પણ વાંચોઃ સૌરભે એશિયન ગેમ્સમાં જીત્યો ગોલ્ડ, યોગી સરકારનું 50 લાખ, નોકરીનું એલાનઆ પણ વાંચોઃ સૌરભે એશિયન ગેમ્સમાં જીત્યો ગોલ્ડ, યોગી સરકારનું 50 લાખ, નોકરીનું એલાન

અત્યાર સુધી ભારતની ઝોળીમાં 8 મેડલ આવી ચૂક્યા છે. સૌરભથી પહેલા કુશ્તીમાં બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે ગોલ્ડ મેડલ મેળવ્યો. ભારત અત્યારે 7 માં સ્થાન પર છે. ઉલ્લેખનીય છે કે ભારતીય નિશાનેબાજ સંજીવ રાજપૂતે કોમનવેલ્થ ચેમ્પિયનશીપમાં ચાર, કોમનવેલ્થ ગેમ્સમાં એક અને આઈએસએસએફ વિશ્વ કપમાં એક સુવર્ણ પદક જીત્યો છે. જો કે તેઓ એશિયન ગેમ્સમાં પણ ત્રણ પદક જીતી ચૂક્યા છે પરંતુ અહીં તેમનો નિશાનો હજુ સુવર્ણ સુધી પહોંચ્યો નથી. આ વખતે સુવર્ણ પદક પર નિશાન લગાવવામાંથી તે ચૂકી ગયા છે.

આ પણ વાંચોઃ વિનેશ ફોગાટે રચ્યો ઈતિહાસ, પહેલી વાર મહિલા પહેલવાને જીત્યો ગોલ્ડઆ પણ વાંચોઃ વિનેશ ફોગાટે રચ્યો ઈતિહાસ, પહેલી વાર મહિલા પહેલવાને જીત્યો ગોલ્ડ

English summary
india's divya kakran wins bronze in 68 kg wresling
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X