For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેટ્સમેનો ઓઢશે ‘ભયની ચાદર’ આવી રહ્યો છે અદ્ભૂત ભારતીય બોલર

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટને અત્યારસુધી પ્રસન્ના, બિશન સિંહ બેદી, અનિલ કુંબલે અને હરભજન સિંહ જેવા અનેક દિગ્ગજ સ્પિનર મળ્યા પરંતુ આ વખતે કંઇક અનોખું થવાનું છે. ભારતીય ક્રિકેટને એક એવો બોલર મળી શકે છે, જેના વિશે કદાચ કોઇએ પહેલા વિચાર્યું હશે. રવિવારે રાત્રે ચેમ્પિયન્સ લીગ ટી20માં કોલકતા નાઇટ રાઇડર્સ અને લાહોર લાયન્સ વચ્ચે રમાયેી મેચમાં તેની ઝલક જોવા મળી.

અમે વાત કરી રહ્યાં છીએ કોલકતા નાઇટ રાઇડર્સ તરફથી રમી રહેલા 19 વર્ષીય કુલદીપ યાદવની. ઉત્તર પ્રદેશના કાનપુરમાં જન્મેલો આ બોલર કોઇ સામાન્ય અથવા એક સારો સ્પિનર્સ જ નથી, તે અદ્ભૂત અથવા સૌથી અલગ છે. રવિવારે રાત્રે ચેમ્પિયન્સ લીગની મેચમાં તેણે ચાર ઓવરમાં 21 રન આપીને એક વિકેટ લીધી અને આ વિકેટ હતી લાહોર લાયન્સના સુકાની અને પાકિસ્તાન ક્રિકેટના દિગ્ગજ ઓલરાઉન્ડર મોહમ્મદ હાફિઝની. જે સ્પિન રમનારા શ્રેષ્ઠ બેટ્સમેનોમાનો એક હોવા છતાં કુલદીપની બોલને સરખી રીતે સમજી શક્યો નહીં અને કેચ આઉટ થઇ ગયો. વધુ વાંચવા તસવીરો પર ક્લિક કરો.

ચાઇનામેન બોલિંગનો જલવો

ચાઇનામેન બોલિંગનો જલવો

કુલદીપ ચાઇનામેન બોલર છે. આ બોલર્સની એક એવી જાત છે જે કરોડોમાં ક્યારેક ક્યારેક જ જોવા મળે છે. ચાઇનામેન ડાબોડી બોલરના હાથેની નિકળતો એ સ્પિન બોલ છે, જે જમણા હાથના બેટ્સમેન વિરુદ્ધ એક્શનની વિપરીત ઓફ સ્ટમ્પ પર બાઉન્સ થઇને લેગ સ્ટમ્પ તરફ વળે છે. જ્યારે બોલની દિશા એક જમણા હાથના ઓફ સ્પિનર જેવી લાગે છે. કુલદીપે રવિવારે એ પણ દર્શાવી દીધું કે તે સમયાંતરે બેટ્સમેન અનુસાર પોતાની બોલિંગમાં બદલાવ કરી શકે છે. તેમણે લાહોર લાયન્સ વિરુદ્ધ અનેક પ્રકારના બોલ નાંખીને બેટ્સમેનોને પરેશાન કરી મુક્યા હતા.

હજી સુધી નથી રમી રણજી મેચ

હજી સુધી નથી રમી રણજી મેચ

કુલદીપે ગત અન્ડર 19 વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરીને બધાને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા, જે દરમિયાન અન્ડર 19 વિશ્વ કપ ઇતિહાસમાં હૈટ્રિક લેનાર પ્રથમ ભારતીય બોલર પણ બન્યો પરંતુ આશ્ચર્યની વાત એ છેકે આ બોલરે અત્યારસુધી એકપણ પ્રથમ શ્રેણીની મેચ અને રણજી ક્રિકેટમાં ભાગ લીધો નથી. તેણે પોતાના રાજ્ય માટે માત્ર પાંચ ટી20 મેચો જ રમી છે, જેમાં તેણે નવ વિકેટ લીધી છે.

ગાર્ફીલ્ડ સોબર્સ

ગાર્ફીલ્ડ સોબર્સ

તેઓ વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમના ખેલાડી હતા. તેમના ઉપરાંત ઇશાન અલી પણ એક ચાઇનામેન બોલર હતા.

લિંડસે ક્લાઇન

લિંડસે ક્લાઇન

તેઓ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના ખેલાડી હતા.

પોલ એડમ્સ

પોલ એડમ્સ

તેઓ દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના ખેલાડી હતા.

માઇકલ બેવન

માઇકલ બેવન

તેઓ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના ખેલાડી હતા.

બ્રેડ હોજ

બ્રેડ હોજ

તેઓ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના ખેલાડી હતા.

સાઇમન કાટિચ

સાઇમન કાટિચ

તેઓ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના ખેલાડી હતા.

English summary
India's upcoming chinaman Kuldeep Yadav
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X