પરાજય પછી પણ ટીમ ઇન્ડિયા ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાને

Posted By:
Subscribe to Oneindia News

વેલિંગ્ટન, 18 ફેબ્રુઆરીઃ ન્યુઝીલેન્ડ સામે 1-0થી શ્રેણી ગુમાવ્યા પછી પણ આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઇન્ડિયા બીજા ક્રમે યથાવત છે. ટીમ ઇન્ડિયાને 112 રેટિંગ અંક છે, જ્યારે ઓસ્ટ્રેલિયાને 111. ઓસ્ટ્રેલિયા હાલના સમયે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી રમવાનું છે, તેવામાં આશા રાખવામાં આવી રહી છે કે, 1 એપ્રિલ સુધીમાં ઓસ્ટ્રેલિયા ટીમ ઇન્ડિયાને પાછળ છોડી દેશે.

ન્યુઝીલેન્ડ શ્રેણી પહેલા ટીમ ઇન્ડિયાને 117 અંક હતા જે હવે 112 અંક છે. દક્ષિણ આફ્રિકા પર 1-0થી બઢત લઇ ચૂકેલું ઓસ્ટ્રેલિયા બીજી મેચ ડ્રો કરાવી લે તો પણ તેના અંક ભારત કરતા વધુ થઇ જશે. ઓસ્ટ્રેલિયા જો 1-0થી શ્રેણી જીતે તો તેને 115 અંક અથવા 2-0થી શ્રેણી જીતે તો તેને 116 અંક થઇ જશે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા જો ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવી દે તો ઓસ્ટ્રેલિયા માત્ર ભારતથી પાછળ નહીં રહી જાય પરંતુ તેના અંક 110 થઇ જશે. દક્ષિણ આફ્રિકા રેન્કિંગમાં પહેલા સ્થાને છે, તેના અંક 133 છે.

એક એપ્રિલ સુધી જે ટીમ પહેલા સ્થાને હશે, તેને 4,50,000 અમેરિકન ડોલર, બીજા સ્થાને આવનારી ટીમને 3,50,000 અમેરિકન ડોલર અને ત્રીજા સ્થાને આવનારી ટીમને 2,50,000 અમેરિકન ડોલરનું ઇનામ આઇસીસી દ્વારા આપવામાં આવે છે. ચોથા સ્થાને રહેનારી ઇંગ્લેન્ડની ટીમને 1,50,000 અમેરિકન ડોલર આપવામાં આવશે. તો ચાલો તસવીરો થકી જોઇએ ટેસ્ટ રેન્કિંગને.

દક્ષિણ આફ્રિકા
  

દક્ષિણ આફ્રિકા

રેન્કઃ- 1
રેટિંગઃ- 133

ભારત
  

ભારત

રેન્કઃ- 2
રેટિંગઃ- 112

ઓસ્ટ્રેલિયા
  

ઓસ્ટ્રેલિયા

રેન્કઃ- 3
રેટિંગઃ- 111

ઇંગ્લેન્ડ
  

ઇંગ્લેન્ડ

રેન્કઃ- 4
રેટિંગઃ- 107

પાકિસ્તાન
  
 

પાકિસ્તાન

રેન્કઃ- 5
રેટિંગઃ- 100

શ્રીલંકા
  

શ્રીલંકા

રેન્કઃ- 6
રેટિંગઃ- 89

ન્યુઝીલેન્ડ
  

ન્યુઝીલેન્ડ

રેન્કઃ- 7
રેટિંગઃ- 87

વેસ્ટ ઇન્ડિઝ
  

વેસ્ટ ઇન્ડિઝ

રેન્કઃ- 8
રેટિંગઃ- 87

ઝિમ્બાવ્વે
  

ઝિમ્બાવ્વે

રેન્કઃ- 9
રેટિંગઃ- 34

બાંગ્લાદેશ
  

બાંગ્લાદેશ

રેન્કઃ- 10
રેટિંગઃ- 19

English summary
India has retained their second position on the ICC Test Team Rankings following the Wellington Test, which ended in a draw to give New Zealand a 1-0 series win.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.