• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સેમિફાઇનલમાં પહોંચ્યું

|
indian hockey
મેલબોર્ન, 6 ડિસેમ્બર: ભારતીય હોકી ટીમે રોમાંચક મુકાબલામાં બેલ્જીયમને હરાવીને 34મી એફઆઇએચ ટ્રોફીના સેમીફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. હવે સેમિફાઇનલમાં તેનો મુકાબલો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે શનિવારે રમાનારી મેચમાં વિજેતા બનનાર ટીમ સામે થશે. ગુરૂવારે રમાયેલ ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતે બેલ્જિયમને 1-0થી હરાવીને અંતિમ ચારમાં સ્થાન મેળવી લીધું હતું. આઠ વખત ઓલિમ્પિકમાં ચેમ્પિયન બની ચૂકેલ ભારત લાંબા સમય બાદ પદકની દોડમાં પહુંચી ચૂક્યું છે.

ભારતે 1982માં કાંસ્ય પદક જીત્યો હતો, જે તેનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ભારતને વાઇલ્ડકાર્ડ અંતર્ગત પ્રવેશ મળ્યો છે. ટૂર્નામેન્ટમાં ભારતની રેન્કિંગ અન્ય ટીમો કરતા સૌથી નીચે છે. ભારત તરફથી નીતિન થિમૈયાએ ગોલ કરી પોતાની ટીમને શરૂઆતી બઢત અપાવી. કપ્તાન સરદાર સિંહની આ 150મી આંતરરાષ્ટ્રીય મેચ હતી.

બેલ્જિયમને કુલ છ પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ તેઓ તેને ગોલમાં ફેરવી શક્યા નહીં. ભારતે એક પેનલ્ટી કોર્નર ગુમાવ્યો. બીજી બાજુ પાકિસ્તાન વિશ્વની શ્રેષ્ટ ક્રમની અને ઓલિમ્પિક ચેમ્પિયન જર્મનીને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં પાકિસ્તાને જર્મનીને 2-1થી માત આપી છે. જર્મની સતત બીજી વખત સેમિફાઇનલમાં પહુંચવાથી વંચિત રહી ગયું છે. પાકિસ્તાન તરફથી બંને ગોલ શકીલ અબ્બાસીએ કર્યો. જર્મની તરફથી અનુભવી મોરિટ્ઝ ફ્યૂરેસ્ટ્ઝે એકમાત્ર ગોલ કર્યો. મેચ શરૂ થયાના હજી તો નવ મિનિટ થઇ હતી, અને જર્મનીએ પાકિસ્તાન પર 1-0થી બઢત બનાવી લીધી હતી. પાકિસ્તાન તરફથી મધ્યાંતર બાદ બંને ગોલ થયા.

English summary
India grimly hung on to an early lead to prevail 1-0 over Belgium to advance to the semifinals of the Champions Trophy at the State Hockey Centre here on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more