For Daily Alerts
2018 હોકી વિશ્વકપની મેજબાની કરશે ભારત
મુંબઇ, 8 નવેમ્બરઃ ઇંગ્લેન્ડ અને ભારત 2018માં યોજાનારા પુરુષ અને મહિલા હોકી વિશ્વકપની મેજબાની કરશે. આ જાહેરાત ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન(એફઆઇએચ)ના પ્રમુખ લીન્દ્રો નેગ્રે દ્વારા સ્વિત્ઝરલેન્ડમાં 7 નવેમ્બરે મોડી રાત્રે યોજાયેલા એક ખાસ કાર્યકમમાં કરી હતી. વિશ્વકપનું આયોજન દિલ્હીમાં એક થી 16 ડિસેમ્બર વચ્ચે થશે. જ્યારે મહિલાઓનો હોકી વિશ્વકપ ઇંગ્લેન્ડમાં 7થી 21 જુલાઇ સુધી થશે.
મહિલા અને પુરુષ બન્ને વિશ્વકપમાં 16 ટીમ ભાગ લેશે. આ પહેલા 2010માં પણ ભારત વિશ્વકપની મેજબાની કરી ચુક્યું છે, જ્યારે 2018 પછીનો વિશ્વકપ નેધરલેન્ડમાં થશે.
આ તકે તેમણે કહ્યું કે, હું ઇંગ્લેન્ડ હોકી અને હોકી ઇન્ડિયાને હોકી વિશ્વકપ 2018ની મેજબાની માટે સફળતાપૂર્વક બીડ કરવા બદલ અભિનંદન પાઠવું છું. બન્ને દ્વારા કરવામાં આવેલી બીડની ક્વોલિટી ખરેખર એક્સ્ટ્રાઓર્ડીનરી છે અને એફઆઇએચ આ બન્ને પ્રોપર્ટીઝ ઇંગ્લેન્ડ અને ભારતને આપીને ખુશ છે. આ ઉપરાંત હું અન્ય નેશનલ એસોસિએશનનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેમણે આ ઇવેન્ટમાં બીડ કરી હતી.