For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધર્મશાળા વનડેઃભારત સામે ઇંગ્લેન્ડનો સાત વિકેટે વિજય

|
Google Oneindia Gujarati News

suresh raina
ધર્મશાળા, 27 જાન્યુઆરીઃહિમાચલ પ્રદેશ ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં પાંચમા અને અંતિમ વનડેમાં ઇંગ્લેન્ડે ભારતને સાત વિકેટથી પરાજય આપ્યો છે. ભારતે ઇંગ્લેન્ડને 227 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જે ઇંગ્લેન્ડે 47.2 ઓવરમાં હાંસલ કરી લીધો છે. ભારત 226 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારત તરફથી સુરેશ રૈનાએ સર્વાધિક 83 રન બનાવ્યા હતા, જ્યારે ઇંગ્લેન્ડ તરફથી ઇયાન બેલે શાનદાર અણનમ સદી ફટકારી હતી.

ઇંગ્લેન્ડને પહેલો ઝટકો સુકાની એલિસ્ટર કૂકના રૂપમાં પડ્યો. એલિસ્ટર કૂક 22 રન બનાવી ઇશાંત શર્માનો શિકાર બન્યો, ત્યાર બાદ બેટિંગ કરવા ઉતરેલો કેવિન પીટરસન છ રન બનાવી શામી અહમદનો શિકાર બન્યો. જોએ રૂટને રવિન્દ્ર જાડેજાએ પેવેલિયન મોકલ્યો, પરંતુ ત્યાર બાદ બેલે સમજદારીપૂર્વક રમીને ટીમને વિજય અપાવ્યો હતો. ભારત તરફથી સામી, શર્મા અને જાડેજાએ એક-એક વિકેટ મેળવી હતી.

ધર્મશાળા ખાતે રમાઇ રહેલી શ્રેણીની અંતિમ વનડેમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 227 રનનો લક્ષ્યાંક મુક્યો છે. ભારત તરફથી સુરેશ રૈનાએ સર્વાધિક 83 રનની ઇનિંગ રમી છે. જ્યારે અન્ય બેટ્સમેનમાં જાડેજાએ 39, ભુવનેશ્વર કુમારે 31 અને ગૌતમ ગંભીરે 24 રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડ તરફથી બ્રેસનને 4, ફિન્ન અને ટ્રેડવેલે બે-બે તથા વોએક્સ અને પટેલે એક-એક વિકેટ ઝડપી છે.

પાંચ મેચોની શ્રેણીમાં ધર્મશાળામાં રમાઇ રહેલી અંતિમ વનડે મેચમાં ભારતની ખરાબ શરૂઆત થઇ છે. ભારતી ત્રણ વિકેટ સસ્તામાં પેવેલયિન ભેગી થઇ ગયા બાદ પાંચમી વિકેટ ધોનીના સ્વરૂપમાં પડી છે. ધોની 15 રન બનાવી આઉટ થયો. ચોથી વિકેટ ગૌતમ ગંભીરના રૂપમાં પડી છે. ગંભીર 24 રન બનાવી આઉટ થયું. ભારતે પાંચ વિકેટના નુક્સાન પર 127 રન બનાવી લીધા છે. આ સમયે ક્રિઝ પર સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજા રમી રહ્યાં છે.

ભારતની ત્રીજી વિકેટ યુવરાજ સિંહના રૂપમાં પડી તે, શૂન્યરન બનાવી આઉટ થયો. તેના પહેલા વિરાટ કોહલી પણ શૂન્ય રન પર આઉટ થયો હતો. ભારતની પહેલી વિકેટ રોહિત શર્માના રૂપમાં પડી, તે માત્ર ચાર રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.

આ પહેલા ઇંગ્લેન્ડના સુકાની એલિસ્ટર કૂકે ટોસ જીતીને ટીમ ઇન્ડિયાને પ્રથમ બેટિંગ કરવા આવવા માટે આમંત્રણ આપ્યું હતું. સતત ત્રણ મેચ જીતીને ભારતે શ્રેણીમાં પહેલેથી જ 3-1ની બઢત મેળવી લીધી છે. ધર્મશાળામાં પહેલીવાર કઇ આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ રહી છે.

English summary
India v England 5th ODI at Dharamsala. England won the toss and elected to field.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X