For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોનીના ધુરંધરો ધરાશાયી, પાકનો વનડે શ્રેણીમાં પણ વિજય

By Super
|
Google Oneindia Gujarati News

yuvraj
કોલકતા, 3 જાન્યુઆરીઃ કોલકતા ખાતે રમાઇ રહેલી મેચમાં પાકિસ્તાને ભારત સામે 251 રનનો લક્ષ્યાંક મુક્યો છે. પાકિસ્તાન તરફથી જમશેદે 106 અને હાફીઝે 76 રનની ઇનિંગ રમી છે. જ્યારે ભારત તરફથી જાડેજા અને ઇશાંત શર્માએએ ત્રણ વિકેટ મેળવી છે. ભુવનેશ્વર, અશ્વિન અને રૈનાએ એક-એક વિકેટ મેળવી છે. પાકિસ્તાન સામે ભારતીય ટીમ સંઘર્ષમય પરિસ્થિતિમાં જોવા મળી રહી છે. ટોપ ઓર્ડર ફરી એક વખત પાકિસ્તાન સામે નિષ્ફળ નિવડ્યો છે.

ભારતની ઇનિંગ્સ, ધોનીના ધુરંધરો ધરાશાયી

પાકિસ્તાન સામેની બીજી વનડેમાં ભારતીય બેટસમેનો કઇ કાઠું કાઢી શક્યા ન્હોતા. 9.5મી ઓવરમાં ભારતની 42 રને ગૌતમ ગંભીરના નામે વિકેટ પડવાની શરૂઆત થઇ ગઇ હતી. ત્યારબાદ કોહલી 11.6, સેહવાગ 14.4, યુવરાજસિંહ 18.5, રૈના 25.6, અશ્વિન 31.3, જાડેજા 39.2, ભુવનેશ્વર કુમાર 39.4, અશોક ડિંડા 39.6 ઓવરમાં આઉટ થઇ ગયા હતા. ત્યારબાદ ભારતીય કપ્તાન મહેન્દ્રસિંહ ધોની દબાણ સાથે ક્રિઝ પર જમી રહ્યા હતા. પરંતુ ઇશાંત શર્માની 47.6 ઓવરમાં આઉટ થઇ જતા જ પાકિસ્તાન 85 રને મેચ જીતી ગયું હતું. પાકિસ્તાને આઠ વર્ષ બાદ ભારતને ઘર આંગણે ત્રીજીવાર માત આપવામાં સફળ રહ્યું છે. મહેન્દ્રસિંહ ધોની 54 રન બનાવી અણનમ રહ્યા હતા. પાકિસ્તાન તરફથી જુનેદ ખાને 3 અને સઇદ અજમલે શાનદાર 3 વિકેટ ઝડપી હતી. તેમજ ઉમર ગુલે 2, હાફિઝે 1 અને મલિકે 1 વિકેટ ઝડપી હતી. ત્રણ મેચોની શ્રેણીમાં ભારત બીજી વનડે મેચ પણ હારી જવાથી પાકિસ્તાનથી શ્રેણી ગુમાવી બેસ્યુ છે. પાકિસ્તાને ટ્વેન્ટી-20 બાદ વનડેમાં પણ શાનદાર પ્રદર્શન કરી રેન્કિંગમાં મોખરે રહેનાર ટીમને પોતાના જ દેશમાં ધોબી પછાડ આપી દીધી છે.

પાકિસ્તાનની ઇનિંગ, જમશેદની શાનદાર સદી

ભારતે ટોસ જીતીને પાકિસ્તાનને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાન તરફથી જમશેદે 106 અને હાફીઝે 76 રનની ઇનિંગ રમી હતી. પાકિસ્તાનની પ્રથમ વિકેટ મહમ્મદ હાફીઝના રૂપમાં પડી હતી. હાફીઝે 74 બોલનો સામનો કરીને 10 ચોગ્ગાની મદદથી 76 રન બનાવ્યા હતા. તે જાડેજાની ઓવરમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદ અઝહર અલી 2 રન પર રન આઉટ અને યુનિસ ખાન 10 રન પર રૈનાની ઓવરમાં એલબી આઉટ થયો હતો. પાકિસ્તાનની ચોથી વિકેટ મિસ્બાહના રૂપમાં પડી હતી. મિસ્બાહ પણ 2 રનના વ્યક્તિગત સ્કોર પર અશ્વિનની ઓવરમાં એલબી આઉટ થયો હતો. 106 રનની શાનદાર ઇનિંગ રમીને જમશેદ જાડેજાની ઓવરમાં ધોનીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 106 રન 124 બોલમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી ફટકાર્યા હતા. ત્યાર બાદ અકમલ 6 રન, સોએબ મલિક 24 રન, અજમલ 7 રન, ઉમર ગુલ 10 રન અને ઇરફાન શૂન્ય રન પર આઉટ થયો હતો. ભારત તરફથી જાડેજા અને ઇશાંત શર્માએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે ભુવનેશ્વર કુમાર, અશ્વિન અને રૈનાએ એક-એક વિકેટ લીધી હતી.

અપડેટ 7.00 PM

પાકિસ્તાન તરફથી અજમલ 39મી ઓવર કરી રહ્યો હતો. આ ઓવર દરમિયાન અજમલે ભારતની રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, અશોક ડિન્ડા એમ ત્રણ વિકેટ ઝડપી લીધી. ધોની હજી 26 રને રમી રહ્યા છે. ભારત 9 વિકેટના નુકસાન પર 136 રન બનાવી શક્યું છે.

અપડેટ 6.24 pm
ભારતના 100 રન પૂરા

31 ઓવરના અંતે ભારતે 6 વિકેટ ગુમાવી 103 રન બનાવી લીધા છે. ભારત તરફથી ધોની 11 રન સાથે રમતમાં છે. અશ્વિન 3 રન બનાવી આઉટ થઇ ગયો છે.

અપડેટ 6.11 pm
રૈના આઉટ, ભારત મુશ્કેલીમાં

બીજી વનડેમાં પણ ભારતની નબળી રમત યથાવત છે. એક પછી એક ભારતીય બેટ્સમેન પેવેલિયન ભેગા થઇ રહ્યાં છે. રૈના 18 રનના વ્યક્તિગત સ્કોર પર હાફીઝની ઓવરમાં અકમલના હાથે સ્ટમ્પ આઉટ થયો હતો.

અપડેટ 5.58 pm
ભારતના 22 ઓવરના અંતે 83/4

ટોપ ઓર્ડરની નિષ્ફળતાના કારણે ભારત 251 રનના લક્ષ્યની સામે 22 ઓવરમાં 83 રન બનાવી શક્યું છે. ભારત હાલ મુશ્કેલીમાં જણાઇ રહ્યું છે. હાલ મેદાન પર ધોની અને રૈના છે. ધોની 2 રન અને રૈના 10 રન સાથે રમતમાં છે. ભારતને જીત મેળવવા માટે હજુ 168 રનની જરૂર છે જ્યારે પાકિસ્તાને વધુ છ વિકેટની જરૂર છે.

અપડેટ 5.42 pm
યુવરાજ પણ આઉટ

ભારત મુશ્કેલીમાં મુકાઇ ગયું છે. ગેમ ચેન્જર તરીકે જાણીતો યુવરાજ માત્ર 9 બનાવી ઉમર ગુલની ઓવરમાં કેચ આઉટ થયો છે. આ સાથે ભારતના ચાર વિકેટના નુક્સાને 70 રન થયા છે. પાકિસ્તાન બોલર્સ સામે ભારતીય બેટ્સમેન સતત સંઘર્ષ કરતા જોવા મળી રહ્યાં છે.

અપડેટ 5.24 pm
સેહવાગ આઉટ

ઉમરગુલે 31 રનના વ્યક્તિગત સ્કોર પર વિરેન્દ્ર સેહવાગને એલબી આઉટ કર્યો છે. આ સાથે ત્રણ વિકેટના નુક્સાન પર ભારતનો સ્કોર 59 છે. ભારત પાકિસ્તાન સામે સઘંર્ષમય પરિસ્થિતિમાં મુકાઇ ગયું છે. ગ્રાઉન્ડમાં સન્નાટો છવાઇ ગયો છે. ક્રિકેટ ચાહકોના ચહેરા પર હતાશા અને ચિંતાના વાદળો જોવા મળી રહ્યાં છે.

અપડેટ 5.12 pm
ગ્રાઉન્ડમાં સન્નાટો, કોહલી આઉટ

જુનૈદે ભારતને બીજો ઝટકો આપતા વિરાટ કોહલીને 6 રનના વ્યક્તિગત સ્કોર પર કેચ આઉટ કરાવી દીધો છે. હાલના તબક્કે પાકિસ્તાન સામે ભારતની સ્થિતિ નાજૂક જણાઇ રહી છે. કોહલી આઉટ થતાં જ ઇડન ગાર્ડનમાં જાણે કે સન્નાટો છવાઇ ગયો હતો. 12 ઓવરના અંતે ભારતનો સ્કોર 55/2 છે. સેહવાગ 29 રન સાથે રમતમાં છે.

અપડેટ 4.59 pm
ગંભીર આઉટ, ભારતને પહેલો ઝટકો

જુનૈદે ગંભીરને બોલ્ડ કરીને ભારતને પહેલો ઝટકો પહોંચાડ્યો છે. ગંભીર માત્ર 11 રન બનાવી આઉટ થયો છે. ઇડન ગાર્ડનમાં ગંભીર શરૂઆતથી જ સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો હતો. આ સાથે ભારતે એક વિકેટના નુક્સાને 42 રન બનાવ્યા છે.

અપડેટ 4.38 pm
પાંચ ઓવરના ભારત 27/0

ધૈર્યપૂર્ણ બેટિંગ કરી રહેલી ટીમ ઇન્ડિયાએ પાંચ ઓવરના અંતે 27 રન બનાવી લીધા છે. સેહવાગ 18 અને ગંભીર 7 રન સાથે રમતમાં છે. ભારત સામે 251 રનનો લક્ષ્યાંક છે.


અપડેટ 4.23 pm
ભારતની ધીમી શરૂઆત

ઇડન ગાર્ડનમાં પાકિસ્તાને આપેલા લક્ષ્યનો પીછો કરી રહેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત ધીમી છે. હંમેશા આક્રમક શૈલીમાં જોવા મળતો સહેવાગ આજે પોતાની શૈલીથી વીપરિત બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. ભારતે ત્રણ ઓવરના અંતે 12 રન બનાવ્યા છે. ભારત સામે 251 રનનો લક્ષ્યાંક છે.


અપડેટ 3.34 pm
પાકિસ્તાના 250 રન

શાનદાર શરૂઆત કર્યા બાદ પાકિસ્તાની ટીમે ભારતીય બોલર્સ સામે હથિયાર નીચે મુકી દીધા હોય તેમ 250 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. પાકિસ્તાનની સાતમી વિકેટ સોએબ મલિકના રૂપમાં પડી હતી. તે 24 રન બનાવી આઉટ થયો હતો. આઠમી વિકેટ સઇદ અજમલની અને નવમી વિકેટ ઉમર ગુલની પડી હતી. અજમલ છ રન અને ઉમર ગુલ 10 રન પર આઉટ થયો હતો, જ્યારે 10મી વિકેટ ઇરફાનની પડી હતી.

અપડેટ 2. 53 pm
40 ઓવરના અંતે પાકિસ્તાન 210/6

ભારતીય બોલર્સના પ્રહારે પાકિસ્તાનની ઇનિંગને થંભાવી દીધી છે. 40 ઓવરના અંતે પાકિસ્તાને છ વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા છે. જાડેજાએ શાનદાર પ્રદર્શન કરતા ત્રણ વિકેટ ઝડપી છે. પાકિસ્તાનની પાંચમી વિકેટ જમશેદના રૂપમાં પડી હતી તે 106 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે છઠ્ઠી વિકેટ અકમલના રૂપમાં પડી હતી, તે શૂન્ય રન પર આઉટ થયો હતો.

અપડેટ 2.28 pm
પાકે ચોથી વિકેટ ગુમાવી

ટીમ ઇન્ડિયાના બોલર્સે વેધક બોલિંગ કરીને પાકિસ્તાનના ચાર બેટ્સમેનને પેવેલિયન ભેગા કરી દીધા છે. આ સાથે પાકિસ્તાને ચાર વિકેટ ગુમાવીને 182 રન બનાવી લીધા છે. પાકિસ્તાનની વિકેટ પર નજર નાંખીએ તો મહમ્મદ હાફીઝ 76 રન, અઝહર અલી 2 રન, યુનિસ ખાન 10 અને મિસ્બાહ 2 રન પર આઉટ થયા છે. અશ્વિન, રૈના અને જાડેજાએ એક-એક વિકેટ લીધી છે.

અપડેટ 2.00 PM
30
ઓવરના અંતે પાકિસ્તાને 2 વિકેટના નુકસાન પર 163 રન બનાવી લીધા છે.

અપડેટ 1.30 pm
21 ઓવરના અંતે પાકિસ્તાન 123 રન

પાકિસ્તાન બેટ્સમેન જમશેદ અને હાફીઝ શાનદાર બેટિંગ કરી રહ્યં છે. જેના કારણે પાકિસ્તાને 21 ઓવરના અંતે 123 રન બનાવી લીધા છે. હાફીઝ 65 રન પર અને જમશેદ 55 રન પર રમી રહ્યાં છે. ભારતીય બોલર્સ વિકેટ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.

અપડેટ 1.04 pm
15 ઓવરના અંતે પાકિસ્તાનના 88 રન

ભારતીય બોલર્સ કોલકતાની પીચ પર પાકિસ્તાનના જામી ચૂકેલા બન્ને બેટ્સમેનને આઉટ કરવામાં નિષ્ફળ નીવડી રહ્યાં છે. જેના કારણે પાકિસ્તાને 15 ઓવરમાં નુક્સાન વગર 88 રન બનાવી લીધા છે. હાફીઝ 49 રન પર અને જમશેદ 36 રન પર રમી રહ્યા છે.


અપડેટ 12.38 pm
પાકિસ્તાનના 8 ઓવરમાં 50 રન

હાફીઝ અને જમશેદ રમતની મજા માણી રહ્યાં છે. કોઇ પણ પ્રકારનું જોખમ ખેડ્યા વગર બન્ને ખેલાડી સમયાંતરે ભારતીય બોલર્સના નબળા બોલ પર બાઉન્ડ્રી ફટકારી રહ્યાં છે. પાકિસ્તાને આઠ ઓવરના અંતે એકપણ વિકેટ ગુમાવ્યા વગર 54 રન બનાવી લીધા છે. હાફીઝ 33 રન પર અને જમશેદ 18 રન પર રમી રહ્યાં છે.

અપડેટ 12.23 pm
હાફીઝ-જમશેદની શાનદાર શરૂઆત

ભારત તરફથી મળેલા બેટિંગના આમંત્રણને સ્વિકારી પાકિસ્તાનની ટીમે સારી શરૂઆત કરી છે. પાકિસ્તાને પાંચ ઓવરની સમાપ્તિએ એકપણ વિકેટ ગુમાવ્યા વગર 29 રન બનાવી લીધા છે. હાફીઝ 18 અને જમશેદ 8 રન સાથે રમતમાં છે.

અપડેટ 11.39 am
રવિન્દ્ર જાડેજાનો સમાવેશ

ભારતમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. આઉટ ઓફ ફોર્મ રોહિત શર્માના સ્થાને ગુજરાતના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયા 3 મેચની શ્રેણીમાં 1-0થી પાછળ છે અને એવામાં બીજી વનડે હારી જવાથી ભારત શ્રેણી ગુમાવી બેસશે પરંતુ છેલ્લા 8 વર્ષ અને 20 શ્રેણીમાં ઘર આંગણે ભારતની આ માત્ર ત્રીજી હાર થશે. ઓસ્ટ્રેલિયા ઉપરાંત વર્ષ 2005માં પાકિસ્તાને ભારતને ઘર આંગણે માત આપી હતી.

નોંધનીય છે કે પાકિસ્તાન સામે કોલકાતામાં યોજાનાર આ મુકાબલામાં ટીમ ઇન્ડિયા માટે ચમત્કાર કરવો જરૂરી છે, કારણ કે આ માત્ર તાજની નહી બલકે લાજની પણ લડાઇ છે. જોકે વનડે ક્રિકેટને અલવિદા કહેનાર સચિન તેંડુલકરને પૂરેપૂરી આશા છે કે ટીમ શ્રેણીમાં જોરદાર વાપસી કરશે.

English summary
India v Pakistan at Kolkata. msd won the toss and choose bowl first., rohit sharma out and jadeja in.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X