For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરારા જવાબઃ કોચીમાં ભારતનો શાનદાર વિજય

|
Google Oneindia Gujarati News

કોચી, 16 જાન્યુઆરીઃ ટીમ ઇન્ડિયા પુનઃ ટ્રેક પર આવી રહી હોય તેમ લાગી રહ્યું છે, કોચી ખાતેની વનડેમાં શાનદાર વિજય મેળવતાની સાથે ભારતે ઇંગ્લેન્ડને 127 રનથી પરાજય આપ્યો છે. ઓલરાઉન્ડર પ્રદર્શન બદલ રવિન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ 61 રનની અણનમ ઇનિંગ રમી હતી તેમજ બે વિકેટ મેળવી હતી. ભારત તરફથી સુકાની ધોનીએ 71 અને રૈનાએ 55 રનની મદદરૂપ ઇનિંગ રમી હતી. બોલિંગની વાત કરીએ તો ભુવનેશ્વર કુમાર અને આર અશ્વિને ત્રણ-ત્રણ વિકેટ જ્યારે શમી અહમદે એક વિકેટ મેળવી હતી. કોચી વિજય સાથે જ ભારતે શ્રેણીમાં બરાબરી કરી લીધી છે. નોંધનીય છે કે રાજકોટ ખાતેની મેચમાં ભારતને પરજાય મળ્યો હતો અને ટીમનું પ્રદર્શન ચર્ચાનો વિષય બની ગયો હતો પરંતુ કોચીમાં કરેલા પ્રદર્શનથી ટીમ ફરીથી ટ્રેક પર આવી ગઇ હોય તેમ લાગે છે.

ટીમ ઇન્ડિયાની ઇનિંગ

ટીમ ઇન્ડિયાની ઇનિંગની વાત કરીએ તો ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને નિર્ધારિત 50 ઓવરમાં છ વિકેટ ગુમાવી 285 રન બનાવ્યા હતા. ભારતની શરૂઆત સારી નહોતી થઇ. બન્ને ઓપનિંગ બેટ્સમેન 18ના સ્કોર પર પેવેલિયન ભેગા થઇ ગયા હતા. ગંભીર 8 રન પર ડેર્નબૈક અને રહાણે 4 રન પર ફિન્નનો શિકાર બન્યા હતા. યુવરાજ અને કોહલીએ કેટલાક ઉમદા શોટ ફટકારી ભારતની ઇનિંગને ટ્રેક પર લાવવા પ્રયાસો કર્યા હતા, પરંતુ યુવરાજ સિંહ 32 રનના વ્યક્તિગત સ્કોર પર ટ્રેડવેલની ઓવરમાં એલબી આઉટ થયો જ્યારે કોહલી 37 રન પર વોક્સની ઓવરમાં બેલના હાથે લપાઇ ગયો હતો. યુવી અને કોહલી આઉટ થતાં ફરી એવું જણાઇ રહ્યું હતું કે ટીમ લથડી ગઇ છે, જો કે રૈનાએ મદદપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે 55 રન બનાવ્યા હતા, તે ફિન્નનો શિકાર બન્યો હતો, જ્યારે ધોનીએ 72 રનની શાનદાર ઇનિંગનું પ્રદર્શન કર્યું હતું. તે ડેર્નબૈકની ઓવરમાં રૂટના હાથે ઝલાઇ ગયો હતો. રવિન્દ્ર જાડેજાએ મહત્વપૂર્ણ 61 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઇંગ્લેન્ડ તરફથી ફિન્ન અને ડેર્નબૈકે બે-બે જ્યારે વોક્સ અને ટ્રેડવેલને એક-એક વિકેટ મળી હતી.

ઇંગ્લેન્ડની ઇનિંગ

ઇંગ્લેન્ડની ઇનિંગની વાત કરીએ તો ભારત તરફથી મળેલા લક્ષ્યનો પીછો કરી રહેલી ઇંગ્લેન્ડની ટીમ શરૂઆતથી જ નબળી જણાઇ રહી હતી. તેની પ્રથમ વિકેટ ચાર રન પર પડી હતી. બેલને માત્ર એક રન પર અહમદે ધોનીના હાથે ઝલાવી દીધો હતો. જ્યારે કૂક 17 રનના વ્યક્તિગત સ્કોર પર ભુવનેશ્વર સિંહનો શિકાર બન્યો હતો. ઇંગ્લેન્ડની ત્રીજી વિકેટ પીટરસનના રૂપમાં પડી હતી. પીટરસને ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધારે 42 રન બનાવ્યા હતા. તેની વિકેટ પણ ભુવનેશ્વર કુમારે લીધી હતી. ઇંગેલન્ડની ચોથી વિકેટ મોર્ગનના રૂપમાં પડી હતી, તે પણ ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો હતો. ઇંગ્લેન્ડને પાંચમો ઝટકો આર અશ્વિને આપ્યો હતો. કીસવેટર 18 રનના વ્યક્તિગત સ્કોર પર સુરેશ રૈનાના હાથે ઝલાઇ ગયો હતો. છઠ્ઠી વિકેટ રૂટના રૂપમાં પડી હતી, રૂટને 36 રનના વ્યક્તિગત સ્કોર પર જાડેજાએ બોલ્ડ કર્યો હતો જ્યારે વોક્સને જાડેજાએ એલબી આઉટ કર્યો હતો. ટ્રેડવેલ અને ફિન્નની વિકેટ આર અશ્વિને લીધી હતી જ્યારે ડેર્નબૈક રન આઉટ થયો હતો. જ્યારે સમિત પટેલે અણનમ 30 રન ફટકાર્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને અશ્વિને ત્રણ-ત્રણ વિકેટ, રવિન્દ્ર જાડેજાએ બે અને અહમદે એક વિકેટ મેળવી હતી.

English summary
India finally found their winning touch as they relied on a brilliant all-round display to thrash England by an emphatic 127 runs in the 2nd ODI on Tuesday.,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X