For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટી-20 વર્લ્ડકપ: ઇંગ્લેન્ડને 90 રને માત આપી ભારતનો સુપર આઠમાં પ્રવેશ

|
Google Oneindia Gujarati News

Harbhajan singh
કોલંબો: રવિવારે યોજાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટી-20 વિશ્વકપ મુકાબલામાં ભારતે શાનદાર 90 રને જીત મેળવી હતી. ભારતે ઇંગ્લેન્ડની ટીમને જીતવા માટે 171 રનનું લક્ષ્ય આપ્યું હતું. ભારતે 4 વિકેટના નુકસાન પર 170 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા ઇંગ્લેન્ડની ટીમ માત્ર 80 રનમાં જ પેવેલિયન ભેગી થઇ ગઇ. જેની સાથે જ ભારત આ મુકાબલો 90 રને જીતી લીધો.

ગઇકાલનો મુકાબલો રોહિત શર્મા માટે સારો રહ્યો હતો. રોહિતે માત્ર 33 બોલમાં શાનદાર 55 રનની અણનમ પારી ખેલી હતી. ગૌતમ ગંભીરે શાનદાર 45 અને વીરાટ કોહલીએ 40 રન બનાવ્યા હતા.

રવિવારની મેચમાં ભજ્જી નામના વાવાઝોડાએ ઇંગ્લેન્ડની ટીમને લપેટીને પેવેલિયન ભેગી કરી દીધી હતી. હરભજનસિંહે શાનદાર 4 વિકેટ ઝડપી હતી. જ્યારે ઇરફાન પઠાણ અને પીયુષ ચાવલાએ પણ 2-2 વિકેટ ઝડપી હતી.

શાનદાર બેટિંગ અને બોલિંગ દ્વારા ભારતીય ટીમે ટી-20 વિશ્વકપના બીજા મુકાબલામાં પણ શાનદાર વિજય મેળવી સુપર આઠમાં પ્રવેશ કરી લીધો છે.

English summary
Harbhajan took 4/12 to power India to a commanding 90-run victory over England at the ICC World Twenty20 2012 at the R Premadasa Stadium on Sunday night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X