For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એશિયન ગેમ્સમાં ભારતે પાકિસ્તાનને હરાવી જીત્યો સુવર્ણ પદક

|
Google Oneindia Gujarati News

hockey-india-asian-games
ઇંચિયોન, 2 ઓક્ટોબરઃ દક્ષિણ કોરિયામાં ચાલી રહેલા 17માં એશિયન ગેમ્સમાં ભારતે પાકિસ્તાનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હારવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. આ સાથે જ ભારતે રિયો ઓલમ્પિકમાં સીધી એન્ટ્રી મેળવી લીધી છે. ચોથો ક્વાર્ટર પૂર્ણ થયો ત્યારે બન્ને ટીમ 1-1 ગોલ સાથે બરોબર પર હતી, જેને લઇને આ મેચનો નિર્ણય પેનલ્ટી શૂઆટઉટ થકી કરવામાં આવ્યો હતો. જેમાં ભારતે ચાર જ્યારે પાકિસ્તાને પાંચ ગોલ બનાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે ભારતીય હોકી ટીમે 16 વર્ષ બાદ સુવર્ણ પદક જીત્યો છે.

મેચ અંગે વાત કરવામાં આવે તો મેચના નિર્ધારીત સમયમાં ભારત અને પાકિસ્તાને 1-1 ગોલ બનાવ્યો હતો અને જે અંતિમ સમય સુધી યથાવત રહ્યો હતો. બાદમાં પેનલ્ટી શૂટઆઉટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં આકાશદીપ સિંહ, રુપિન્દર પાલ સિંહ, મનપ્રીત સિંહ અને બિરેન્દ્ર લકરાએ ગોલ ફટકાર્યા હતા. જ્યારે પાકિસ્તાન તરફથી મુહમ્મદ વકાસ અને મુહમ્મદ ઉમર ભુટ્ટાએ ગોલ ફટકાર્યા હતા. આમ ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં ચાર જ્યારે બીજી તરફ પાકિસ્તાન માત્ર બે ગોલ જ નોંધાવી શક્યું હતું.

English summary
indian beat Pak on penalty shootout to win Asian Games men hockey gold
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X