For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેસ્ટ ઇન્ડિઝ સામે આ ભારતીય ખેલાડીઓ પર રહેશે બધાની નજર

|
Google Oneindia Gujarati News

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં જોરદાર શ્રેણી રમાવાની છે. જેમાં ત્રણ ટેસ્ટ, પાંચ વનડે અને એક ટી20 મેચ છે. ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં જ ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી જીતીને પોતાનો જુસ્સો સાબિત કરી દીધો છે. બન્ને દેશો આ શ્રેણીઓને 2015માં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા ખાતે યોજાનારા વિશ્વકપની તૈયારીના ભાગરુપે જોઇ રહ્યાં છે. ભારતે વિશ્વકપની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તે નવા ખેલાડીઓને અજમાવી રહ્યું છે.

બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝ પણ પોતાની લયમાં પરત ફરવા અને વિશ્વકપમાં પોતાનું પ્રદર્શન શ્રેષ્ઠ બનાવવા માટે ભારત સામેના આ પ્રવાસને એક પડકાર તરીકે જોઇ રહ્યું છે. 8 ઓક્ટોબરે પહેલી વનડે રમાનારી છે. જેમાં ભારતના તમામ ખેલાડીઓ પર દેશભરના ક્રિકેટ ચાહકોની નજર રહેશે, પરંતુ સૌથી વધુ કેન્દ્રમાં ભારતના ચાર ખેલાડીઓ રહેનારા છે. તેમના પ્રદર્શન પર ક્રિકેટ દિગ્ગજોની પણ નજર રહેશે. જેમાં કેટલાક નવા ચહેરા તો કેટલાક અનુભવી ખેલાડીઓ છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કયા ભારતીય ખેલાડીઓ પર બધાની નજર રહેશે.

કુલદીપ યાદવ

કુલદીપ યાદવ

કુલદીપ યાદવ ભારતનો એકમાત્ર ચાઇનામેન છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની શ્રેણી દરમિયાન આ બોલરની બોલિંગ નિહાળવાની બધાને આતુરતા રહેશે. ટી20માં તેણે 6.13ની ઇકોનોમીથી 14 વિકેટ લીધી છે એ પણ નવ મેચમાં. તેણે આઇપીએલ દરમિયાન પણ સારું પ્રદર્શન કર્યું હતું.

શિખર ધવન

શિખર ધવન

આઇસીસી ચેમ્પિયન્સ લીગ દરમિયાન આ ભારતીય ઓપનિંગ બેટ્સમેન બોલર્સ માટે ખતરનાક સાબિત થયો હતો. તેની વનડે ક્રિકેટમાં 42.53ની એવરેજ છે અને 89.67ની સ્ટ્રાઇક રેટ છે. આ શ્રેણી દરમિયાન તેની બેટિંગ નિહાળવાની પણ મજા આવશે.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

વિરાટ કોહલીને ભારતીય ક્રિકેટનો હાલનો શ્રેષ્ઠ ખેલાડી માનવામાં આવે છે. તેણે 138 મેચોમાં 5688 રન બનાવ્યા છે. વનડે ક્રિકેટમાં તેની એવરેજ 51.24 અને સ્ટ્રાઇક રેટ 89.63ની છે.

અમિત મિશ્રા

અમિત મિશ્રા

છ મહિના બાદ અમિત મિશ્રા ભારતીય ટીમમાં પુનરાગમન કરી રહ્યો છે. તેણે આઇસીસી વિશ્વ ટી20માં સારી બોલિંગ કરી હતી. તેણે 4.5ની ઇકોનોમી સાથે 29 મેચમાં 42 વિકેટ લીધેલી છે, વેસ્ટ ઇન્ડિઝ સામેની શ્રેણીમાં તેના પ્રદર્શન પર બધાની નજર રહેશે.

English summary
Indian Players to watch out against west indies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X