For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ભારતીય મહિલા ખેલાડીએ ભૂખે-તરસે એરપોર્ટ પર વિતાવી રાત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 એપ્રિલ: ભારતમાં મહિલા ખેલાડીઓની અણદેખી કરવાના સમાચાર હવે સામાન્ય થઇ ગયા છે. આ વખતે એવા જ સમાચાર ચર્ચામાં આવ્યા છે. એરલાઈન્સની બેદરકારીના કારણે બે ભારતીય મહિલા નિશાનેબાજોને બેન્કોકમાં આખી રાત એરપોર્ટ પર વિતાવવી પડી.

હા, ભારતીય મહિલા નિશાનેબાજ હિના સિદ્ધૂ અને અંજલિ ભાગવત શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લઇને કોરિયાથી સ્વદેશ પરત ફરી રહ્યા હતા. તેમને બેન્કોકમાં ફ્લાઈટ બદલવી પડી હતી. પરંતુ જેટ એરવેજના અધિકારીયોએ એમના શૂટિંગના હથિયારોના કાગળ દસ્તાવેજ અધૂરા હોવાનું જણાવી બંનેને જવા માટે મંજૂરી આપી નહીં જ્યારે એ જ કાગળ દસ્તાવેજની સાથે બંને કોરિયાથી બેન્કોક કોઈ મુશ્કેલી વગર પહોંચ્યા હતી.

sports
હા, તમને એ પણ જણાવી દઈએ કે આ બંને મહિલા નિશાનેબાજોને અર્જુન એવોર્ડ પણ મળી ચૂક્યો છે. એરલાઈન્સની બેદરકારીના કારણે તેમને ખાધા-પીધા વગર આખી રાત એરપોર્ટ પર જ વિતાવવી પડી. બીજા દિવસે એરઇન્ડિયાની ફ્લાઈટથી એ જ કાગળ દસ્તાવેજ અને હથિયારો સાથે તેઓ સ્વદેશ પરત આવ્યા હતા. બંને મહિલા ખેલાડીઓના કહેવા પ્રમાણે એરલાઈન્સ કંપનીએ તેમના ટિકિટના રૂપિયા પણ પરત નથી કર્યા. સોશિયલ મીડિયા પર આ ભારતીય મહિલા નિશાનેબાજ હિના અને અંજલિને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે.

English summary
Indian shooters Heena Sidhu and Anjali Bhagwat were left in the lurch by Jet Airways after both of them were not allowed to carry their shooting weapons on a flight from Bangkok to Mumbai because of “incomplete documents”.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X