કેરેબિયન ‘ટેસ્ટ વોર’ માટે ટીમ ઇન્ડિયા જાહેર
6 નવેમ્બરથી શરૂ થઇ રહેલી વેસ્ટ ઇન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચોની શ્રેણી માટે બીસીસીઆઇની પસંદગી સમિતિ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે પણ બોલર ઝહીર ખાન, બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ ટીમમાં સ્થાન બનાવી શક્યા નથી. નોંધનીય છે કે, વેસ્ટ ઇન્ડિઝ સામેની બે ટેસ્ટ રમ્યા બાદ સચિન તેંડુલકર ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેવાના છે.
આ ઉપરાંત ખભામાં ઇજા થવાના કારણે રવિન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્યો છે. વનડેમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ ટેસ્ટ ટીમમાં રોહિત શર્માને સ્થાન આપવામાં આવ્યું છે. રોહિત શર્મા રવિન્દ્ર જાડેજાના સ્થાને છઠ્ઠા નંબર પર બેટિંગ કરી શકે છે. અન્ય ફેરબદલની વાત કરવામાં આવે તો, મુરલી વિજયનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુરલી વિજય, શિખર ધવન સાથે ટીમ માટે ઓપનિંગ કરશે. બોલિંગ સાઇડની વાત કરીએ તો બોલિંગ સાઇડમાં ચાર સ્વિમર અને ત્રણ સ્પીનર્સને સમાવાયા છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની બે ટેસ્ટ મેચ અનુક્રમે કોલકતા અને મુંબઇમાં રમાનારી છે. તો ચાલો તસવીરો થકી નજર ફેરવીએ કે ટીમ ઇન્ડિયામાં કયા-કયા બેટ્સમેનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સુકાની
મહેન્દ્ર સિંહ ધોની

ઓપનિંગ બેટ્સમેન
શિખર ધવન

અન્ય ઓપનિંગ બેટ્સમેન
મુરલી વિજય

વનડાઉન બેટ્સમેન
ચેતેશ્વર પૂજારા

નંબર થ્રી બેટ્સમેન
સચિન તેંડુલકર

નંબર ફોર બેટ્સમેન
વિરાટ કોહલી

નંબર સિક્સ બેટ્સમેન
રોહિત શર્મા

સ્પિન બોલર
આર અશ્વિન

ફાસ્ટ બોલર
ભુવનેશ્વર કુમાર

સ્પિન બોલર નં-2
પ્રજ્ઞાન ઓઝા

સ્પિન બોલર નં-3
અમિત મિશ્રા

ફાસ્ટ બોલર નં-2
ઉમેશ યાદવ

ફાસ્ટ બોલર નં-3
મોહમ્મદ સામી

ફાસ્ટ બોલર નં-4
ઇશાંત શર્મા