• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટ્રાઇ સિરિઝની ફાઇનલમાં રમશે ધોની!

By Super
|
Google Oneindia Gujarati News

પોર્ટ ઓફ સ્પેન, 10 જુલાઇઃ ટ્રાઇ સિરિઝની ફાઇનલમાં મહેન્દ્ર સિંહ ધોની રમી શકે છે. મંગળવારે ભારતે શ્રીલંકાને 81 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બન્ને ટીમો વચ્ચે 11 જુલાઇએ ફાઇનલ રમાવાની છે.

વિરાટ કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ મેચ શરૂ થતા પહેલા સંકેત આપ્યા હતા કે રેગ્લુયર સુકાની મહેન્દ્ર સિંહ ધોની ફાઇનલ માટે ફીટ થઇ શકે છે. જો અમે ફાઇનલમાં પહોંચ્યા તો તે રમી શકે છે. કોહલીએ આ નિવેદન ટોસ દરમિયાન આપ્યું હતું. મેચ પહેલા ધોની ફૂટબોલ રમી રહ્યો હતો. ધોનીએ કોઇપણ જાતની સમસ્યા વગર દોડ લગાવી હતી. સાથે જ ફિલ્ડિંગ પ્રેક્ટિસ પણ કરી હતી.

વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પહેલી મેચ દરમિયાન ધોની ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. સ્નાયુઓ ખેંચાવાના કારણે તેને શ્રેણી રમવાની મનાઇ કરી દીધી હતી. જેના કારણે બીસીસીઆઇએ અન્ય મેચોમાં કોહલીને સુકાની બનાવવો પડ્યો હતો. ધોનીના સ્થાને બેટ્સમેન અંબાતિ રાયડૂને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

ધોની બેટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ ગયો હતો, જેના કારણે તે જમૈકામાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ વિકેટકીપિંગ કરવા પણ નહોતો આવ્યો. તેના સ્થાને દિનેશ કાર્તિકે વિકેટ કીપિંગ કરી હતી. વેસ્ટ ઇન્ડિઝે આ મેચ એક વિકેટથી જીતી લીધી હતી.

English summary
MS Dhoni could play in the tournament's final if India make the top two, according to stand-in captain Virat Kohli
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X