For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Asian Games 2018: ઢાબા પર કામ કરતી હતી કવિતા ઠાકુર

એશિયન ગેમ્સમાં કબડ્ડીમાં શામિલ હિમાચલની કવિતા ઠાકુરની કહાની પ્રેરણાદાયક છે. પોતાની હિમ્મત અને મક્કમ નિર્ણય ઘ્વારા કવિતાએ ગરીબીની સાંકળ તોડીને આંતરરાષ્ટ્રીય કબડ્ડીમાં પોતાનું નામ નોંધાવ્યું.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

એશિયન ગેમ્સમાં કબડ્ડીમાં શામિલ હિમાચલની કવિતા ઠાકુરની કહાની પ્રેરણાદાયક છે. પોતાની હિમ્મત અને મક્કમ નિર્ણય ઘ્વારા કવિતાએ ગરીબીની સાંકળ તોડીને આંતરરાષ્ટ્રીય કબડ્ડીમાં પોતાનું નામ નોંધાવ્યું. ઘરમાં ગરીબીની હાલતમાં કવિતાએ ઢાબા પર કામ કર્યું. નાનપણમાં વાસણ સાફ કરવા અને એઠવાડ ઉઠાવવાની કવિતાની કહાની ખુબ જ સંઘર્ષપૂર્ણ રહી છે.

kavita thakur

વર્ષ 2014 એશિયાડ તેની કિસ્મતમાં એક નવું સોપાન લઈને આવ્યું. કવિતા અને તેના આખા પરિવારની કિસ્મત બદલાઈ ગયી. ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો ત્યારે સરકારનું ધ્યાન કવિતા તરફ ગયું. જે માતાપિતાએ આખું જીવન ઢાબા પર કામ કરીને વિતાવ્યું, હવે કવિતાની કબડ્ડીએ તેમને મનાલી શહેર પહોંચાડ્યા. કવિતાએ વર્ષ 2007 દરમિયાન કબડ્ડી રમવાનું ચાલુ કર્યું. આંતરરાષ્ટ્રીય સ્તરે સતત સારું પ્રદર્શન કર્યા પછી કવિતાને વર્ષ 2009 દરમિયાન ભારતીય ખેલ પ્રાધિકરણમાં જવાનો મોકો મળ્યો. ત્યારપછી કવિતાએ પાછું વળીને નથી જોયું.

વાંચો: Asian Games 2018: દીપક કુમારે ભારતને અપાવ્યો ત્રીજો મેડલ

વર્ષ 2011 દરમિયાન બેડ રેસ્ટની સલાહ

દરેક ખેલાડી માટે સંઘર્ષનો સમય આવે છે. કવિતા માટે વર્ષ 2011 ખુબ જ મુશ્કિલ રહ્યો હતો. તેમની તબિયત એટલી ખરાબ થઇ ગયી હતી કે ડોક્ટરો ઘ્વારા તેમને 6 મહિના માટે બેડ બેડ રેસ્ટની સલાહ આપવામાં આવી હતી. કવિતાને પણ લાગ્યું હતું કે હવે તેમનું કરિયર પૂરું થઇ જશે અને તેઓ ફરી મેદાનમાં નહીં આવી શકે. પરંતુ મક્કમ નિર્ધારે તેમને મજબૂત બનાવ્યા. બિમારીને હરાવીને કવિતા બમણા જોશ સાથે મેદાનમાં આવી. ડિફેન્ડર રૂપે નજર આવનારી આ ખેલાડીએ વર્ષ 2012 દરમિયાન ભારતીય ટીમને એશિયન કબડ્ડી ચેમ્પિયનશીપમાં ગોલ્ડ અપાવ્યો. આશા કરીયે છે કે કવિતા આ વર્ષે પણ ટીમને નવી ઉંચાઈ પર લઇ જશે.

English summary
Inspirational Story Of Kabaddi player Kavita Thakur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X