લોર્ડ્સ ટેસ્ટ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ સિદ્ધિ
લંડન, 21 જુલાઇઃ ક્રિકેટનું મક્કા ગણાતા લોર્ડ્સ ખાતે ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમની લાજ બચી ગઇ છે. લોર્ડ્સ ખાતે રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં ભારતે પહેલી ઇનિંગમાં 295 અને બીજી ઇનિંગમાં 342 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઇંગ્લેન્ડ પહેલી ઇનિંગમાં 319 અને બીજી ઇનિંગમાં 223રન બનાવી શક્યું હતું અને ભારતનો 96રનથી વિજય થયો હતો. ભારત તરફથી ઇશાંત શર્મા અને ભુવનેશ્વર કુમારે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પહેલી ઇનિંગમાં ભુવનેશ્વર કુમારે છ વિકેટ લીધી હતી, જ્યારે બીજી ઇનિંગમાં તેણે 52 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જ્યારે બીજી ઇનિંગમાં ઇશાંત શર્માએ સાત વિકેટ લીધી હતી. આ મેચમાં વિજય સાથે ભારત 5 ટેસ્ટ મેચોની શ્રેણીમાં 1-0થી આગળ છે.
આ પણ વાંચોઃ- લોર્ડ્સમાં બચી લાજઃ 28 વર્ષ બાદ ભારતનો વિજય
આ પણ વાંચોઃ- નંબર 9 પર ચમકી રહ્યું છે ભારતનું ભાવી ક્રિકેટ
આ પણ વાંચોઃ- સૌરાષ્ટ્રવાસી રવિન્દ્ર જાડેજાની લોર્ડ્સમાં 'તલવાર બાજી'
આ પણ વાંચોઃ- લોર્ડ્સ ટેસ્ટઃ મેચમાં ભુવી અને હોટલમાં ભૂતોથી પરેશાન અંગ્રેજ
આ પણ વાંચોઃ- પહેલી ઇનિંગમાં ભારતના 295, રહાણેએ કરી ગાંગુલીની બરાબરી
આ પણ વાંચોઃ- લોર્ડ્સ ટેસ્ટઃ ભુવનેશ્વર બન્યો ભારત માટે રક્ષક, જાણો રસપ્રદ આંકડાઓ
આ પણ વાંચોઃ- અનુષ્કા માટે બેબાકળો બન્યો વિરાટ, મેનેજમેન્ટને કરી આવી અપીલ
આ સાથે જ ભારત અને ઇંગલેન્ડ વચ્ચેની લોર્ડ્સ ખાતેની મેચમાં અનેક એવી રસપ્રદ વાતો અને સિદ્ધિઓ નોંધાઇ હતી. જે ઇતિહાસમાં અંકિત થઇ જશે. જેમ કે ઇશાંત શર્મા અને ભુવનેશ્વર કુમાર એવા બે ભારતીય બોલર બની ગયા છેકે જેમણે એક જ ટેસ્ટ મેચમાં છ કે તેથી વધુ વિકેટ મેળવી હોય. અજિંક્ય રહાણે માટે આ ટેસ્ટ આજીવન યાદ રહેશે કારણ કે તેમે પોતાની કારકિર્દીની પહેલી ટેસ્ટ સદી એ મેદાનમાં ફટકારી છે, જ્યાં સચિન તેંડુલકર પણ સદી ફટકારી શક્યો નથી. તો ચાલો તસવીરો થકી આ મેચ સાથે જોડાયેલી રસપ્રદ વાતો પર એક નજર ફેરવીએ.

એક ટેસ્ટમાં બે બોલર્સની છ કરતા વધુ વિકેટ
આ પહેલીવાર બન્યુ છેકે કોઇ એક ટેસ્ટ મેચમાં બે ભારતીય બોલર્સ દ્વારા છ કે તેથી વધુ વિકેટ લેવામાં આવી હોય. ભુવનેશ્વર કુમારે પહેલી ઇનિંગમાં છ વિકેટ લીધી હતી, જ્યારે ઇશાંત શર્માએ બીજી ઇનિંગમાં સાત વિકેટ ઝડપી છે.

કૂકનો આઠ વખત શિકાર
ઇશાંત શર્મા એવો પહેલો બોલર બની ગયો છેકે જેણે ઇંગ્લેન્ડના સુકાની એલિસ્ટર કૂકને આઠ વખત આઉટ કર્યો હોય. ઇશાંત શર્મા સિવાય એકપણ બોલર કૂકને આટલી બધી વાર આઉટ કરી શક્યો નથી.

વિશ્વનો ત્રીજો ઓલરાઉન્ડર
સતત બે મેચોમાં અડધી સદી અને ઇનિંગમાં 5 કરતા વધારે વિકેટ મેળવનાર તે વિશ્વનો ત્રીજો ઓલરાઉન્ડર બની ગયો છે. તેના પહેલા આ કારનામો રિચર્ડ હેડલી અને ઇયાન બોથમે કરી બતાવ્યો હતો.

પહેલી ટેસ્ટ અડધી સદી
રવિન્દ્ર જાડેજાએ લોર્ડ્સ ખાતે રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં 68 રનની ઇનિંગ રમી હતી. જે તેનો ટેસ્ટ કારકિર્દીનો સર્વાધિક સ્કોર હતો. તેમજ લોર્ડ્સ ખાતે ફટકારેલી અડધી સદી તેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ અડધી સદી છે.

રહાણે અને બેલેન્સની સદી
લોર્ડ્સ ખાતે સદી ફટકારવાનું સૌભાગ્ય ભારતના ખેલાડી અજિંક્ય રહાણે અને ઇંગલેન્ડના ખેલાડી બેલેન્સને ગયું છે. રહાણેએ 103 રનની ઇનિંગ રમી હતી જ્યારે બેલેન્સે 110 રનની ઇનિંગ રમી હતી.

નવમાં ક્રમે આવીને 200 કરતા વધુ રન કરનાર બીજો ભારતીય
ટેસ્ટ ક્રિકેટમાં નંબર નવ પર બેટિંગ કરીને 200 કરતા વધારે રન કરનાર તે પાંચમો અને બીજો ભારતીય બોલર બની ગયો છે. તેના પહેલા આ સૈયદ કિરમાનીએ નવ ઇનિંગમાં 215 રન બનાવ્યા હતા. ભુવનેશ્વર કુમારે ચાર ઇનિંગમાં 209 રન બનાવ્યા છે.

છેલ્લી છ ટેસ્ટ ઇનિંગંમાં 50
પ્લુંકેટે લોર્ડ્સ ખાતે ફટકારેલી અડધી સદી પહેલા સળંગ છ ટેસ્ટ ઇનિંગમાં અડધી સદી ફટકારી છે.

સતત બે ઇનિંગમાં પાંચ વિકેટ
ઇંગ્લેન્ડ સામે પાંચ વિકેટ મેળવનાર ભુવનેશ્વર કુમાર આઠમો ભારતીય બોલર છે, જ્યારે સળંગ બે ઇનિંગમાં પાંચ વિકેટ મેળવનાર તે પહેલો ભારતીય બની ગયો છે.

છેલ્લી બે ઇનિંગમાં 11 વિકેટ
ભુવનેશ્વર કુમારે છેલ્લી બે ઇનિંગમાં 11 વિકેટ મેળવી છે, આ પહેલા તેની 12 ઇનિંગમાં નવ વિકેટ હતી. હવે તેની ટેસ્ટ ક્રિકેટમાં કુલ 20 વિકેટ થઇ ગઇ છે.

ધોનીની કેચ પકડવાની અડધી સદી
મહેન્દ્ર સિંહ ધોનીએ ઇંગ્લેન્ડ સામે રમાયેલી 18 ટેસ્ટ મેચોમાં 56 ખેલાડીઓનો એક વિકેટકીપર તરીકે શિકાર કર્યો છે, જેમાં 4 સ્ટમ્પ આઉટ છે, જ્યારે 52 કેચ પકડ્યા છે.

છેલ્લી પાંચ ટેસ્ટ ઇનિંગમાં બેલેન્સની અડધી સદી
ઇંગેલન્ડના ખેલાડી ગૈરી બેલેન્સે પોતાની છેલ્લી પાંચ ટેસ્ટ ઇનિંગ્સમાં 50 કરતા વધારે રન ફટકાર્યા છે.

4 વખત પહેલી 44 ઓવરમાં સ્પિનર્સનો સમાવેશ નહીં
ભારતીય ટીમે લોર્ડ્સ ખાતે રમાયેલી 2001ની મેચ બાદ 4 વખત એવું કર્યું છેકે તેણે પ્રથમ 44 ઓવરમાં સ્પિનર્સ પાસે એકપણ બોલિંગ નંખાવી નથી.

છેલ્લી આઠ વિકેટ ભુવનેશ્વરે લીધી
આ શ્રેણીમાં ઇંગ્લેન્ડની છેલ્લી આઠ વિકેટ ભુવનેશ્વર કુમારે લીધી છે.

પાંચ બેટ્સમેનોનો પાંચવાર શિકાર
ઇશાંત શર્માએ પાંચ વખત ટેસ્ટ ક્રિકેટમાં પાંચ બેટ્સમેનોનો શિકાર કર્યો છે. જેમાં ઇયાન બેલ અને એલિસ્ટર કૂક સામેલ છે.

લોર્ડ્સમાં ભારતનો સર્વાધિક સ્કોર
ચાલું ટેસ્ટ શ્રેણીમાં પહેલી ઇનિંગમાં ભારત દ્વારા કરવામાં આવેલા 295 રનનો સ્કોર ભારત દ્વારા લોર્ડ્સમાં પહેલી ઇનિંગમાં ફટકારવામાં આવેલો સૌથી સર્વાધિક સ્કોર છે.