For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇંઝમામ ફરી બનશે કપ્તાન, આવતા મહિને શારજાહમાં ટકરાશે ભારત-પાક.

|
Google Oneindia Gujarati News

inzamam
લાહૌર, 8 માર્ચ: આવતા મહિને શારજાહમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એકવાર ફરી ટક્કર થશે. બંને દેશ ચિર પ્રતિદ્વંધી છે, જે બે મુકાબલા ખેલશે. ભારત અને પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓની વચ્ચે બે મેચોની ક્રિકેટ સીરીઝ 18થી 20 એપ્રિલ સુધી રમાશે. જેમાં પાકિસ્તાન ટીમના કપ્તાન ઇંઝમામ ઉલ હક પણ હશે.

પાકિસ્તાની વેટરન્સ ક્રિકેટ એસોશિએશનના ચેરમેન ફવદ ઇજાજે જણાવ્યું કે બંને મેચ 40-40 ઓવરની રહેશે. મેચનું આયોજન શારજાહમાં થશે. ભારત અને પાકિસ્તાનના વર્તમાન રાજનૈતિક સંબંધોને ધ્યાનમાં રાખી આ શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ઇજાજનું કહેવું છે કે ઇંઝમામના કારણે પાકિસ્તાન ટીમની સ્થિતિ ઘણી મજબૂત છે. ટીમમાં પૂર્વ પાકિસ્તાન ક્રિકેટ ટીમ કપ્તાન મોઇન ખાન અને રાશિદ અલાવા અન્ય પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો સમાવેશ થાય છે.

ઇજાજનું કહેવું છે કે તેમને ભારત પાસેથી આ શ્રેણીનું આયોજન કરવા માટે પણ સારો એવો સાથ સહકાર મળી રહ્યો છે. તેમણે ભારતીય ટીમમાં પણ પૂર્વ સારા ખેલાડીઓનો સમાવેશ કરવાની સંભાવના છે. ભારતીય વેટરન્સ ટીમની જાહેરાત હજી નથી થઇ.

English summary
Inzamam-ul-Haq set to return with Indo-Pak veterans' series.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X