For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલ 2013: કોણ છે જસપ્રિત બુમરાહ?

By Super
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 5 એપ્રિલઃ ગુજરાત ટીનેજર જસપ્રિત બુમરાહ, અનોખી બોલિંગ એક્શન અને શોર્ટ રન અપે તેની પ્રથમ આઇપીએલ મેચ કે જે મુંબઇ અને બેંગ્લોર વચ્ચે રમાઇ હતી તેમાં ઘણી અસરકારક રહી હતી. તેણે હજુ ગયા મહિને જ ગુજરાત માટે ટી20 ક્રિકેટમાં આગમન કર્યું છે. સચિન તેંડુલકર દ્વારા તેને મુંબઇ ઇન્ડિયન્સની કેપ પહેરાવવામાં આવી તે ક્ષણ તેના માટે ક્યારેય ના ભૂલી શકાય તેવી છે. તેણે કહ્યું કે, એ ખરેખર મારી માટે યાદગાર ક્ષણ છે. હું હંમેશા એ સ્વપ્ન જોતો હતો કે તેઓ મને મારી કેપ આપે.

પ્રથમ મેચમાં સારું બોલિંગ પ્રદર્શન કર્યા બાદ તેણે કહ્યું, ' એ ખરેખર શ્રેષ્ઠ પળ છે. મે માત્ર બેઝિક્સ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તે સારી રીતે કામ કરી ગયો. ત્યાં કેટલાક બોલ સ્વિંગ થતા હતા પરંતુ જોઇએ એ પ્રમાણમાં નહીં તેથી મે સ્ટમ્પમાં બોલ ફેકવાનો પ્રયત્ન કર્યો હતો. આ મારી પ્રથમ મેચ હતી, તેથી હું થોડોક નર્વસ હતો, પરંતુ તે કામ કરી ગયું.'

મુંબઇ ઇન્ડિયન્સના સુકાની પોન્ટિંગે કહ્યું કે બુમરાહ સાથે ટૂર્નામેન્ટ શરૂ થઇ તે પહેલા જ કરાર કરવામાં આવ્યો હતો. ચાર કે પાંચ દિવસ પહેલા જ તેની સાથે કરાર કરાયો હતો. અમે કેટલાક યુવાનો સાથે ટૂર્નામેન્ટ શરૂ થઇ તે પહેલાં કરાર કર્યો હતો. જસપ્રિત તેમાનો એક છે.

પોન્ટિંગે કહ્યું, ' તેની પાસે અનોખી એક્શન છે, તે શોર્ટ રન અપ સાથે સારી બોલિંગ ફેંકી શકે છે, ક્રિઝથી દૂર બોલ ફેંકે છે અને સ્વિંગ પણ કરે છે. આ પરિસ્થિતિમાં અમે વિચાર્યું હતું કે તે અમારી માટે એક વિકેટ ટેકર સાબિત થઇ શકે છે અને તેથી અમે તેને આ મેચમાં તક આપી હતી, તે શરૂઆતમાં ઘણો નર્વસ હતો જ્યારે તેણે પ્રથમ ઓવર નાંખી, પરંતુ બાદમાં તેણે અમને જ્યારે વિકેટની જરૂર હતી ત્યારે વિકેટો લઇ આપી હતી.'

jasprit-bumrah
બેંગ્લોર સામે બોલિંગ કરતી વખતે પોન્ટિંગે જ્યારે તેને બોલિંગ આપી ત્યારે તેણે નર્વસ સાથે બોલિંગ નાંખી હતી, એ ઇનિંગની પાંચમી બોલિંગ હતી. પહેલા બે બોલમાં બેંગ્લોરના સુકાનીએ સહેલાયથી બાઉન્ડ્રી ફટકારી હતી અને ત્યારબાદ તેણે બોલ કોહલીના બેટ પર નાંખ્યા હતા. તેના શરૂઆતના ચાર બોલ નિહાળ્યા બાદ એવું લાગતું હતું કે એ દિવસે તેના બોલ સહેલાયથી બેટ્સમેન સુધી પહોંચી રહ્યાં છે, પરંતુ નર્વસ શરૂઆત બાદ તેણે ધારદાર બોલિંગ નાંખી હતી.

તેણે કોહલી અને મયન અગ્રવાલની મહત્વની વિકેટ સાથે પોતાની પ્રથમ આઇપીએલ મેચમાં સારું પ્રદર્શન કરતા 32 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. નોંધનીય છે કે બુમરાહએ માત્ર 10 જ ટી20 ગેમ રમી છે અને હજુ તેના પ્રથમ કક્ષાની ગેમ અને 50 ઓવરની ગેમમાં ભવિષ્ય ચમક્યું નથી. જો તે આ જ પ્રકારનું ફોર્મ જાળવી રાખશે તો તે ટૂંક સમયમાં ગુજરાતની રણજી ટીમનો હિસ્સો હશે.

બુમરાહના વખાણ કરતા વિરાટ કોહલીએ કહ્યું કે, બુમરાહ એક સારો બોલર છે અને અનોખી બોલિંગ કરે છે, હજું તે નવો ખેલાડી છે અને તેની ઘણી બાબતો આપણે જાણતા નથી. તેણે તેની પ્રથમ ગેમમાં સારું પ્રદર્શન કર્યું છે.

જસપ્રિત સાથે જોડાયલા ફેક્ટ્સ
પુરુનામઃ જસપ્રિત જસબિરસિંહ બુરમાહ
જન્મદિવસઃ 6 ડિસેમ્બર 1993
ટીમઃ ગુજરાત, રાઇટ આર્મ મીડિયમ ફાસ્ટ બોલર અને રાઇટ હેન્ડ બેટ્સમેન
આઇપીએલ સહિત 10 ટી20 ગેમ
ટી20 ગેમમાં પર્દાર્પણઃ ગુજરાત માટે માર્ચ 2013
હજું તેણે પ્રથમ કક્ષાની ક્રિકેટ રમવાનું બાકી છે.

English summary
Gujarat teenager Jasprit Bumrah, with an unusual bowling action and short run-up made an impact in his first game as Mumbai Indians player against Royal Challengers Bangalore. He made his T20 debut only last month for Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X