IPL 2022 : વાયરલ થઈ વધુ એક મિસ્ટ્રી ગર્લ, જાણો કોન છે KKRની આ સુપર ફેન?
દર વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મજેદાર મેચોની સાથે ગ્લેમર પણ જોવા મળે છે. દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની એક મેચમાં એક મિસ્ટ્રી ગર્લ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ છોકરી માત્ર થોડા સમય માટે ટીવી પર દેખાઈ હતી પરંતુ થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ. જાણો કોણ છે આ મિસ્ટ્રી ગર્લ?

આઈપીએલની મિસ્ટ્રી ગર્લ
દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ વચ્ચે એક કેચ છૂટ્યો હતો, ત્યારે કેમેરો એક છોકરી પર હતો અને કેમેરામાં કેદ થયા પછી અને ટીવી પર દેખાયા પછી તેનું રિએક્શન વાયરલ થયુ છે. આ મિસ્ટ્રી ગર્લ કોઈ સામાન્ય છોકરી નથી પરંતુ અભિનેત્રી છે. આ અભિનેત્રીનું નામ છે આરતી બેદી.

આરતી બેદી KKR ને સપોર્ટ કરે છે
આરતી બેદી એક અભિનેત્રી છે, તેણે સોશિયલ મીડિયા પર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના બાયોમાં આ વાતનો ખુલાસો કર્યો છે. તેણી તેના એકાઉન્ટ પર રવિવારની દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ મેચના અપડેટ્સ મૂકી રહી હતી. તેની તસ્વીર વાયરલ થયા બાદ તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું.

ફોલોવર્સ વધી રહ્યા છે
મેચમાં આવતા પહેલા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોલોઅર્સ લગભગ 30 હજાર હતા અને પછી મેચ બાદ તેની તસવીર વાયરલ થતા જ તેના ફોલોઅર્સ 50 હજાર સુધી પહોંચી ગયા છે. મેચ બાદથી તેના પર સતત મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે અને તસવીર પણ વાયરલ થઈ રહી છે.
આરતી બેદી મેચમાં KKRને સપોર્ટ કરી રહી હતી. આરતી બેદીએ ટીવી પર ઘણી જાહેરાતો કરી છે. તે ICICI બેંક, કિંગફિશર તેમજ અન્ય ઘણી મોટી બ્રાન્ડ માટે જાહેરાત કરી ચૂકી છે.
આરતી અભિનેત્રી છે
આઈપીએલની આ ફેમસ યુવતીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા ફોટોશૂટ અને તેના પ્રવાસની તસવીરો મૂકી છે. આરતી બેદી ખૂબ સારી ડાન્સર પણ છે. આરતી બેદી બીજા દેશોની યાત્રા કરતી રહે છે અને પોતાની ટ્રિપની તસવીરો પોસ્ટ કરતી રહે છે.