IPL 2024 : શિવમ દુબેની તોફાની ઈનિંગ, ગુજરાતને જીત માટે 207 રનનો ટાર્ગેટ

આઈપીએલના આજનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહ્યો છે. આ મુકાબલાની પહેલી ઈનિંગમાં ચેન્નાઈએ રનનો વરસાદ કર્યો છે.

ટોસ હારીને બેટિંગ માટે આવેલી ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગ શરૂઆતથી જ આક્રમક જોવા મળી. પહેલી વિકેટ માટે રચિન રવિન્દ્ર અને ઋતુરાજ ગાયકવાડે 62 રનની પાર્ટનરશિપ કરીને ટીમને સારી શરૂઆત અપાવી.

Gujarat Titans

રચિન રવિન્દ્રએ 20 બોલમાં શાનદાર 46 રનની ઈનિંગ રમી. તેના આઉટ થયા પછી કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે મોરચો સંભાળ્યો અને 36 બોલમાં 46 રનની ઈનિંગ રમી.

આ પછી અજીક્ય રહાણે આઉટ થતા શિવમ દુબે મેદાન પર આવ્યો અને તોફાની ઈનિંગ રમી. તેને માત્ર 23 બોલમાં શાનદાર 51 રન ફટકાર્યા. આ પછી અંતિમ ઓવરોમાં ડેરેલ મિચેલ અને રવિન્દ્ર જાડેજાએ કેટલાક શાનદાર શોટ રમીને ટીમને 6 વિકેટે 206 રને પહોંચાડી દીધી.

જણાવી દઈએ કે, આ બન્ને ટીમ તેના પહેલા મુકાબલા જીતીને આવી છે. આજે કોઈપણ એક ટીમ તેની પહેલી મેચ હારશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X