• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL ફિક્સિંગ : છબી ખરડાવાની બીકે પેપ્સીનો સ્પોન્સરશિપ પાછી ખેંચવા વિચાર

|
ipl-pepsi-logo
નવી દિલ્હી, 24 મે : આઇપીએલ 2013ની સીઝનને એક પછી એક મોટા આંચકા મળી રહ્યા છે. આઇપીએલ 6માં સ્પોટ ફિક્સિંગ થયાના પુરાવાઓ મળ્યા બાદ હવે પોતાની છબી ખરડાવાના ભયથી ટુર્નામેના્ટની મુખ્ય સ્પોન્સર કંપની પેપ્સી સ્પોન્સરશિપ પાછી ખેંચવા માટે વિચારી રહી છે. આ અંગે કંપનીનું કહેવું છે કે આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ કૌભાંડ બહાર આવવાને પગલે આઇપીએલની મેચો દરમિયાન તેના નફામાં વધારો થવાને બદલે ઘટાડો નોંધાયો છે. અન્ય બ્રાન્ડ્સની સરખામણીમાં પેપ્સીના વેચાણમાં ઘટાડો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા સહારાએ આઇપીએલમાંથી પોતાની ભાગીદારી પાછી ખેંચી લીધી હતી. હવે પેપ્સી દ્વારા સ્પોન્સરશિપ પાછી ખેંચી લેવાની મળેલી ઘમકીથી આઇપીએલને જોરદાર ઝટકો લાગી શકે એમ છે. વાસ્તવમાં પેપ્સીનું કહેવું છે કે આઇપીએલ 6 દરમિયાન તેના નફામાં વધારાને બદલે ઘટાડો નોંધાયો છે. અન્ય બ્રાન્ડની સરખામણીએ તેની બ્રાન્ડનું વેચાણ ઘટ્યું છે.

આ કારણે કંપનીના સંચાલકોનું માનવું છે કે આઇપીએલની છબી ખરાબ થવાને કારણે પેપ્સીની છબી ને અસર પહોંચી રહી છે. આ કારણે છબી વધારે ખરડાય નહીં તે માટે પેપ્સી આઇપીએલમાંથી સ્પોન્સરશિપ પાછી ખેંચવા માટે વિચારી રહી છે. જો કે તેના તાર પણ સ્પોટ ફિક્સિંગ સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે. આ ઝાટકો ના લાગે તે માટે આઈપીએલ મેનેજમેન્ટ પણ કંપનીના અધિકારીઓને સ્પોન્સરશિપ પાછી નહીં ખેંચવા માટે વાતચીત કરી કોઇ માર્ગ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જો કે કંપનીના અધિકારીઓએ સ્પોન્સરશિપ પાછી ખેંચવાના અંતિમ નિર્ણય અંગે મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળ્યું છે.

English summary
IPL fixing : Fearing of spoil brand image, Pepsi thinks to pull out

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more