For Quick Alerts
For Daily Alerts
સ્પોટ ફિક્સિંગમાં શ્રીનિવાસન અને કુંદ્રાને ક્લિન ચિટ
નવી દિલ્હી, 28 જુલાઇ : આઇપીએલ સ્પોટ ફિક્સિંગ અને સટ્ટેબાજી મામલાની તપાસ કરી રહેલા બે સભ્યોની તપાસ સમિતિએ પોતાના રિપોર્ટ બીસીસીઆઇને સોંપી દીધા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રિપોર્ટમાં બીસીસીઆઇ અધ્યક્ષ એન શ્રીનિવાસનને ક્લિન ચિટ મળી ગઇ છે.
આ તપાસ સમિતિએ બીસીસીઆઇના અધ્યક્ષ એન શ્રીનિવાસનને ક્લિન ચિટ આપી દેવામાં આવી છે એ ઉપરાંત તેમની કંપની ઇન્ડિયા સીમેન્ટ, રાજ કુન્દ્રા અને તેમની ફ્રેન્ચાઇજી રાજસ્થાન રોયસલ્સની મેચ ફિક્સિંગ અને સ્પોટ ફિક્સિંગના આરોપોમાંથી ક્લિન ચિટ આપી દીધી છે.
રિપોર્ટ અનુસાર તેમનો ફિક્સિંગ સાથે કોઇ લેવા દેવા નથી. તપાસ સમિતિએ શ્રીનિવાસનના જમાઇ ગુરુનાથ મયપ્પનને ફિક્સિંગના આરોપોથી રાહત આપી દીધી છે. જોકે મયપ્પન પર સટ્ટેબાજીના આરોપ બની રહેશે.
તપાસ સમિતિના અહેવાલમાં ક્લિન ચિટ મળ્યા બાદ શ્રીનિવાસનના બોર્ડ અધ્યક્ષ પદ સંભાળવાની સંભાવના વધી ગઇ છે. આ મુદ્દા પર નિર્ણય 2 ઓગષ્ટના રોજ બીસીસીઆઇની મળનારી વર્કિંગ કમેટીની બેઠકમાં લેવામાં આવશે.