For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલ ફિક્સિંગઃ 'ઓસી. ખેલાડીનો સંપર્ક કરવાના હતા સટ્ટેબાજ'

|
Google Oneindia Gujarati News

Shane-Watson
નવી દિલ્હી, 5 જુલાઇઃ આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ મામલે દિલ્હી પોલિસે ગુરુવારે એક નવો ખુલાસો કર્યો છે કે સટ્ટેબાજ સ્પોટ ફિક્સિંગ માટે ઓસ્ટ્રેલિયાના ખેલાડી શેન વોટ્સનનો સંપર્ક કરવાના હતા.

નોંધનીય છે કે, વોટ્સન પણ આઇપીએલની એ જ રાજસ્થાન રોયલ્સ ટીમનો સભ્ય હતો, જેના ત્રણ ખેલાડીઓ પર સ્પોટ ફિક્સિંગના આરોપોનો કેસ ચાલી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સ ટીમના જ એક અન્ય સભ્ય હરમીત સિંહના નિવેદનના આધાર પર દિલ્હી પોલીસના એક અધિકારીએ આ ખુલાસો કર્યો છે.

અધિકારીએ જણાવ્યું કે, રાજસ્થાન રોયલ્સના સભ્ય અજીત ચંદેલા, સટ્ટેબાજ જિતેન્દ્ર અને મનન આ વર્ષે જ ફેબ્રુઆરી મહિનામાં સ્પોટ ફિક્સિંગ માટે શેન વોટ્સનનો સંપર્ક કરવાના હતા. અધિકારીએ જણાવ્યું કે, સીપીસીની કલમ 164 હેઠળ હરમીત સિંહનું આ નિવેદન દંડાધિકારી સમક્ષ નોંધવામાં આવ્યું છે.

હરમીત સિંહને ચંદેલાએ મુંબઇના બાંદ્રા વિસ્તારમાં સ્થિત એક હોટલમાં એક બેઠકમાં બોલાવીને સ્પોટ ફિક્સિંગની ઓફ કરી હતી, જને હરમીતે ઠુકરાવી દીધી હતી. પોતાના નિવેદનમાં હરમીતે કહ્યું કે, તેઓ વોટ્સન અંગ પણ વાતો કરી રહ્યાં હતા, પરંતુ ચંદેલાનું કહેવું હતું કે એ ઘણું કપરું છે. આ મામલે ગત મહિને ધરપકડ કરવામાં જિંતેન્દ્રની પૂછપરછ દરમિયાન હરમીતનું નામ બહાર આવ્યું હતું.

English summary
Shane Watson has come under the radar of the special cell of the Delhi Police after witness Harmeet Singh mentioned that bookies wanted to rope in the Australian cricketer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X