• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્પૉટ ફિક્સિંગના તાર બૉલીવુડ, ટૉલીવુડ સાથે જોડાયેલા છે !

By Kumar Dushyant
|
cheerleaders
મુંબઇ, 21 મે: મુંબઇ પોલીસ આઇપીએલ સ્પૉટ ફિક્સિંગના તાર બૉલીવુડ, ટૉલીવુડ (તેલુગૂ ફિલ્મ ઉદ્યોગ) સાથે જોડાયેલા હોવાની તપાસ કરી રહી છે. તે અંગે પોલીસે એક કાસ્ટિંગ ડાયરેક્ટર સાથે પુછપરછ કરી હતી, જેને એસ. શ્રીસંતને મોડલોના ફોટા મોકલ્યા હતા. પોલીસે શ્રીસંત સાથે વ્યાપારિક સંબંધ ધરાવનાર એક તેલુગૂ ફિલ્મ-નિર્માતાને આઇપીએલ સ્પૉટ ફિક્સિંગ મુદ્દે પુછપરછ માટે બોલાવ્યા છે.

કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રીસંતના ઇમેલ એકાઉન્ટમાં મોડલોના ઢગલાબંધ ફોટા છે અને આ ફોટા શ્રીસંતના અનુરોધ પર કાસ્ટિંગ ડાયરેક્ટરે મોકલ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક ફોટામાં શ્રીસંતને મોડલોની એકદમ નજીક જોવા મળ્યો હતો અને તેના લેપટોપમાંથી કેટલીક વિદેશી છોકરીઓના ફોટા છે જે ચીયર્સલીડર્સ હોય શકે છે.

ક્રાઇમ બ્રાંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે ડાયરેક્ટરે દાવો કર્યો છે કે શ્રીસંત એટલા માટે ફોટા માંગ્યા હતા કારણ કે તેને પોતાની કંપની 'એસ36'ને પ્રમોટ કરવા માટે જાહેરાત માટે મોડલની પસંદગી કરવાની હતી. 'એસ36' મિનરલ વોટર, કપડાં અને રમત સાથે સંકળાયેલી વસ્તુઓને પુરી પાડે છે. પોલીસના જણાવ્યા અનુસાર 'એસ36'માં શ્રીસંતના ભાગીદાર માનવામાં આવતાં એક તેલુગૂ ફિલ્મ-નિર્માતાને પણ પુછપરછ માટે બોલાવવામાં આવ્યાં છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે એક-બે દિવસમાં નિર્માતા સાથે પુછપરછ કરવામાં આવશે. તેમને જણાવ્યું હતું કે 'ટેમારિંડ ટૂર્સ ટ્રાવેલ્સ' સાથે જોડાયેલ એક વ્યક્તિની પણ પુછપરછ કરવામાં આવશે જેના દ્વારા શ્રીસંતના ઉપ-નગરીય બ્રાંદ્રાના પાંચ સ્ટાર 'સોફીટેલ' હોટલમાં બે રૂમ બુક કરાવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ તે અંગે તપાસ કરી રહી છે કે કાસ્ટિંગ ડાયરેક્ટરના ઇમેલમાં જે મોડલોના ફોટા છે શું તે અન્ય ક્રિકેટરોને પણ મોકલવામાં આવ્યાં છે. મુંબઇની ક્રાઇમ બ્રાંચે 16 મેના રોજ શ્રીસંત અને તેના ખાસ મિત્ર જીજૂ જનાર્દનના હોટલના રૂમની તલાસી લીધી હતી. બંનેને પોલીસની વિશેષ શાખાએ સ્પૉટ ફિક્સિંગ મુદ્દે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ પ્રાપ્ત કર્યા છે જેમાં કેટલાક લોકો શ્રીસંત અને જીજૂના રૂમમાં આવતાં જતાં જોવા મળ્યા હતા.

English summary
Mumbai police today quizzed a casting director, who sent photographs of female models to India pacer S Sreesanth arrested in the case.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more