ISL 7: નોર્થઇસ્ટે કરી જીતથી શરૂઆત, કેરાલા બ્લાસ્ટર્સનો સામનો કરવા હશે મુશ્કેલ
ભારતીય ફૂટબોલની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી આધારિત લીગ આઈએસએલ શરૂ થઈ ગઈ છે અને પહેલીવાર 1 ની જગ્યાએ 11 ટીમો આ લીગમાં ભાગ લઈ રહી છે. ઈન્ડિયન સુપર લીગની 7 મી સીઝનમાં મુંબઇ એફસી સિટી સામે જીત સાથે અભિયાન શરૂ કરનાર નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસીની ટીમે હવે પોતાની બીજી મેચ કેરળ બ્લાસ્ટર્સની ટીમ સામે રમવાની છે. જીએમસી સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચમાં જો નોર્થઇસ્ટ યુનાઇટેડની ટીમ જીતની લય જાળવી રાખવા માંગે છે, તો બીજી બાજુ શરૂઆતની મેચમાં એટીકે મોહાન બાગનના હાથે હારનો સામનો કરનાર કેરળ બ્લાસ્ટર્સની ટીમ વહેલી તકે વિજયના માર્ગ પર પાછી ફરવા માંગશે.
કોચ ગેરાર્ડ નુસના નેતૃત્વમાં પ્રથમ મેચમાં નોર્થઇસ્ટ યુનાઇટેડની ટીમે ખૂબ જ મજબૂત ડિફેંસ દર્શાવ્યો હતો, ત્યારે કેરળ બ્લાસ્ટર્સની ટીમનો અટેક ખૂબ જ નબળો લાગે છે. પ્રથમ મેચ દરમિયાન કેરળ બ્લાસ્ટર્સની ટીમ એક પણ શોટ ટાર્ગેટ પર લગાવી શકી ન હતી અને ગોલ કરવામાં નિષ્ફળ ગઈ હતી.
મેચ પૂર્વે નોર્થઇસ્ટ યુનાઇટેડના કોચ જેરાર્ડ નુસે કહ્યું હતું કે, 'કેરળ બ્લાસ્ટર્સ આઈએસએલના ઇતિહાસમાં સૌથી અદભૂત ટીમોમાંની એક રહી ચૂકી છે, જેની સામે ગોલ કરવો સહેલો નથી. તેઓ આક્રમક રમત રમે છે અને ગોલ કરવાની ઘણી તકો ઉભી કરે છે. આ એક કડો મુકાબલો છે. તે છેલ્લી મેચમાં હારના હકદાર ન હતા પરંતુ મોહાન બાગાનને તેના કરતા વધુ સારી ગેમ રમી હતી.
KGF Chapter 2: ડિસેમ્બરમાં યશ અંતિમ તબક્કાનું શૂટિંગ સમાપ્ત કરશે