For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રવિન્દ્ર જાડેજાનું સોફ્ટ ટાર્ગેટ ઓસ્ટ્રેલિયન સુકાનીઓ

By Super
|
Google Oneindia Gujarati News

ravindra-jadeja
નવી દિલ્હી, 22 માર્ચઃ લાગે છે કે ઓફ સ્પિનર રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયન સુકાનીઓ માટે કોઇ ખાસ રણનીતિ બનાવી છે, તેથી જ તો ચાર મેચોની અત્યારસુધી રમાયેલી સાત ઇનિંગમાંથી છ ઇનિંગમાં તેણે ઓસ્ટ્રેલિયન સુકાનીઓને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો છે.

પહેલા જાડેજાના નિશાના પર હતો માઇકલ ક્લાર્ક. તે દિલ્હી ટેસ્ટમાં પીઠની ઇજાના કારણે રમી શક્યો નથી તો જાડેજાએ નવા સુકાની શેન વોટ્સનને પોતાનો શિકાર બનાવ્યો. જાડેજાએ વોટ્સનને 17 રનના વ્યક્તિગત સ્કોર પર સુકાની ધોનીના હાથે સ્ટમ્પ આઉટ કરાવ્યો. વોટ્સનની સુકાની તરીકેની ઇનિંગ માત્ર 63 મિનિટ સુધી જ ચાલી શકી.

જાડેજાએ આ પહેલા ક્લાર્કને સતત પોતાના જાળમાં ફસાવ્યો હતો. તેણે ચેન્નાઇમાં રમાયેલી પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગમાં ક્લાર્કને ભુવનેશ્વર કુમારના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારે ક્લાર્કે 130 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં તેને આર અશ્વિને આઉટ કર્યો હતો.

ત્યારબાદ હૈદરબાદ અને મોહાલી ટેસ્ટમાં બન્ને ઇનિંગમાં જાડેજાએ ક્લાર્કને પેવેલિયન ભેગો કર્યો. હૈદરબાદમાં તેણે ઓસ્ટ્રેલિયન સુકાનીને બન્ને ઇનિંગમાં બોલ્ડ કર્યો. જેમાં પહેલી ઇનિંગમાં ક્લાર્કને તેણે સદી ફટકારવા દીધી નહોતી અને ક્લાર્ક 91 રન પર આઉટ થયો હતો.

મોહાલીમાં જાડેજાએ ક્લાર્કને પહેલી બોલ પર મહેન્દ્ર સિંહ ધોનીના હાથે સ્ટમ્પ આઉટ કરાવ્યો અને બીજી ઇનિંગમાં પીઠમાં દુઃખાવો હોવા છતા બેટિંગ માટે ઉતરેલા ક્લાર્કને જાડેજાએ પૂજારાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

English summary
After making Michael Clarke his bunny, leftarm spinner Ravindra Jadeja on Friday accounted for stand in captain Shane Watson in the fourth Test, showing his special liking for Australian skippers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X