મહાન ક્રિકેટર મહેલા જયવર્ધને વર્લ્ડકપ 2015 પછી લેશે સંન્યાસ
કોલંબો, 16 ડિસેમ્બર: દુનિયાના મહાન ક્રિકેટરોમાંના એક મહેલા જયવર્ધનેએ પણ ક્રિકેટજગતમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કરી લીધો છે. આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2015 બાદ જયવર્ધને પણ વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. જયવર્ધનેએ આ અંગને જાણકારી પોતાના ટ્વિટર એકાઉંટ પર ટ્વિટ કરીને આપી. તેમણે ટ્વિટ કર્યું કે 'છેલ્લીવાર પોતાના મેદાન પર યુવકો સાથે પ્રેક્ટિસ કરવા જઇ રહ્યો છું...'
Going for my last practice session with the boys at home... Going to have some fun!
— Mahela Jayawardena (@MahelaJay) December 15, 2014
દુનિયાના બેમિસાલ ક્રિકેટરોમાંથી એક મહેલા જયવર્ધને પોતાના દેશ માટે ઘણી મેચ જીતાઉ પારીઓ ખેલી છે. તેમણે શ્રીલંકા માટે 149 ટેસ્ટ મેચોમાં 11,814 રન બનાવ્યા છે. ટેસ્ટ મેચોમાં તેમના નામે 34 સદીઓ અને 50 અર્ધસદીઓ નોંધાયેલી છે. જ્યારે 433 વનડે ઇંટરનેશનલ મેચોમાં તેમણે 33.29 એવરેજથી 12,219 રન બનાવ્યા, જેમાં 17 સદી અને 76 અર્ધસદીનો સમાવેશ થાય છે.
આવતા વર્ષે 14 ફેબ્રુઆરીથી શરૂ થવા જઇ રહેલી આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં જયવર્ધને સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક હશે. આ તેમનો પાંચમો વિશ્વકપ હશે. મહેલા જયવર્ધનેએ વર્ષ 1999માં પોતાનો પહેલો વર્લ્ડકપ રમ્યો હતો.