• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કર્ણાટકના આ ખેલાડીઓએ બદલ્યો ભારતીય ક્રિકેટનો ઇતિહાસ

|

આજે ભારતીય યુવા ક્રિકેટ ટીમનો દબદબો વિશ્વ ક્રિકેટ પર છવાયેલો છે. જે રીતે ચેમ્પિયન્સ ટ્રોફી અને ત્યારબાદ ત્રિકોણીય શ્રેણીમાં ટીમ ઇન્ડિયાએ અનુભવી ખેલાડીઓની ગેરહાજરીમાં વિજય નોંધાવ્યો, તેનાથી વિશ્વના તમામ ક્રિકેટ ચાહકો અને દિગ્ગજો આ યુવા ભારતીય ટીમના દીવાના થઇ ગયા. જો કે, આજે અહીં વાત એ યુવા ટીમની નથી કરી રહ્યાં, કે પછી એ ભારતીય ક્રિકેટ ટીમની પણ નથી કરી રહ્યાં કે જેણે ભારતને બે વખત વિશ્વકપ જીતાડ્યો છે, પરંતુ એવા ખેલાડી અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ કે જેઓ કર્ણાટકથી આવેલા છે અથવા તો કર્ણાટકની રણજી ટીમ સાથે જોડાયેલા છે, જેમણે ભારતીય ક્રિકેટમાં અદભૂત અને અદકેરું યોગદાન આપ્યું છે.

કર્ણાટક ક્રિકેટ એસોસિએશન દ્વારા પોતાની 25મી જન્મજંયતિ મનાવવામાં આવી રહી છે. રણજી ટ્રોફીની બાદશાહ ટીમ ગણાતી મુંબઇને પડકાર આપતી કર્ણાટકની ટીમે ભારતીય ક્રિકેટમાં અનેક વીરલાઓ આપ્યા છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની કોલકતામાં રમેયેલી ઐતિહાસિક ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાનો પરાજય નિશ્ચિત હતો, પરંતુ કર્ણાટકના આ ખેલાડીએ પોતાની અદભૂત અને ધેર્યપૂર્ણ બેટિંગ થકી ભારતને વિજયી થવામાં મહત્વનો ફાળો આપ્યો. જરા, વિચારો કે શું થયું હોત એ દિવસે જો વીવીએસ લક્ષ્મણ સાથે કર્ણાટકના બેટ્સમેન રાહુલ દ્રવિડે મેદાન પર ટીકને બેટિંગ ના કર્યું હોત. આવા અનેક વીરલાઓ અંગેની માહિતી અહીં તસવીરો થકી આપવામાં આવી છે, જે જાણીએ.

સુનિલ જોશી

સુનિલ જોશી

ભારતના શ્રેષ્ઠ લેફ્ટ આર્મ સ્પિનર રહેલા સુનિલ જોશીએ 15 ટેસ્ટ મેચોમાં 41 વિકેટ લઇને ભલે પોતાની પ્રતિભા દર્શાવી ના હોય પરંતુ પ્રથમ ક્લાસ ક્રિકેટમાં 615 વિકેટ તેમના નામે બોલે છે. થોડો સમય ટી-20 ક્રિકેટ સાથે જોડાયેલા સુનિલ જોશીએ 15 મેચોમાં 13 વિકેટ મેળવી હતી. 26 સપ્ટેમ્બર 1999ના રોજ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ નાઇરોબીમાં રમાયેલી વનડેમાં તેમણે કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેમણે માત્ર 6 રન આપીને 5 વિકેટ મેળવી હતી.

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ

ભારતીય ક્રિકેટ ટીમની દિવાલ તરીકે જાણીતા રાહુલ દ્રવિડ વિશે કંઇ કહેવાની જરૂર નથી. તેઓ વનડે અને ટેસ્ટ બન્નેમાં 10 હજાર રન બનાવનારા ખેલાડી છે અને તેમણે જે કારનામા કર્યા છે તે અન્ય કોઇ ભારતીય બેટ્સમેન કરી શકે તેમન થી. પછી તે સૌથી વધુ બેવડી સદી ફટકારવાની વાત હોય, કેચ પકડવાની વાત હોય, રાહુલ દ્રવિડ હંમેશા અવલ આવે છે. બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ દ્રવિડે કમાલ બતાવી હતી. તેમણે ટેસ્ટમાં 1 અને વનડેમાં ચાર વિકેટ મેળવી છે.

રોજર બિન્ની

રોજર બિન્ની

ટીમ ઇન્ડિયાના શાનદાર ઓલરાઉન્ડરમાં સામેલ બિન્નીએ બેંગ્લોરમાં 1983મા રમાયેલી પાકિસ્તાન સામેની વનડેમાં અણનમ 83 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેમની આ બેટિંગની મદદથી ભારતે આ મેચ જીતી હતી. 1986માં ઇંગ્લેન્ડમાં તેમણે મેચ વિનિંગ પરફોર્મસ આપીને ઇતિહાસ રચી નાંખ્યો હતો. તેમણે હેડિંગલેમાં રમાયેલી મેચમાં 7 વિકેટ મેળવી હતી. 1983ના વિશ્વ કપમાં બિન્નીની ભૂમિકા મહત્વની હતી. તેમણે આ ટૂર્નામેન્ટમાં 18 વિકેટ મેળવી હતી. બિન્નીએ ટેસ્ટ કારકિર્દીમાં 47 વિકેટ લીધી હતી અને 830 રન બનાવ્યા હતા, જ્યારે વનડેમાં 629 રન બનાવીને 77 વિકેટ મેળવી હતી.

એરાપલ્લી પ્રસન્ના

એરાપલ્લી પ્રસન્ના

દેશના સૌથી સફળ સ્પિનર્સમાં સામેલ એરાપલ્લી પ્રસન્નાને બોલરના રૂપમાં છુપાયેલા ચેસ પ્લેયર કહેવામાં આવે છે. તે પોતાની બોલિંગમાં બેટ્સમેનને એ રીતે ફસાવી નાખે છે કે એ બેટ્સમેન તેમનો શિકાર થઇ જાય છે. માત્ર 49 મેચોમાં 189 વિકેટ લેનાર પ્રસન્નાએ કારકિર્દીમાં 10 વાર પાંચ વિકેટ અને 2 વાર 10 વિકેટ લીધી છે.

જગવલ શ્રીનાથ

જગવલ શ્રીનાથ

સ્પિનર્સની વચ્ચે ઝડપનો કમાલ જગવલ શ્રીનાથે દર્શાવ્યો. મૈસુરમાં જન્મેલા શ્રીનાથે પોતાની ટેસ્ટ કારકિર્દીની 67 મેચોમાં 236 વિકેટ મેળવી છે અને વનડેમાં 229 મેચોમાં 315 વિકેટ લીધી હતી. જગવલ શ્રીનાથને કપીલ દેવ પછીનો સૌથી ઝડપી બોલર કહેવામાં આવે છે. પાકિસ્તાન સામેની કોલકતા ટેસ્ટમાં તેમણે 86 રન આપીને 8 વિકેટ લીધી હતી. જે તેમની કારકિર્દીનું શાનદાર ટેસ્ટ પ્રદર્શન હતું.

સૈયદ કિરમાણી

સૈયદ કિરમાણી

કર્ણાટક રણજી ટીમનો મહત્વનો હિસ્સો રહેલા સૈયદ કિરમાણી ભારતીય ટીમને શ્રેષ્ઠ વિકેટકીપરમાં સામેલ છે. તેમણે વિકેટકિપિંગમાં અનેક રેકોર્ડ નોંધાવ્યા છે. આજે ભલે રેકોર્ડ ધોનીએ પોતાના નામે કરી લીધા હોય પરંતુ કિરમાણીની મહત્વતાને ભૂલી શકાય નહીં. 88 ટેસ્ટ મેચોમાં 124 ઇનિંગમાં 160 કેચ અને 38 સ્ટમ્પિંગ સહેલી વાત નથી. વનડેમાં 49 મેચોમાં 27 કેચ અને 9 સ્ટમ્પિંગ સહિત 36 શિકાર કર્યા હતા.

ગુંડપ્પા વિશ્વનાથ

ગુંડપ્પા વિશ્વનાથ

લેટ કટ રમવામા માહેર ટીમ ઇન્ડિયાના આ સ્ટાર બેટ્સમેને કારકિર્દીની શરૂઆત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કાનપુરમાં રમાયેલી ટેસ્ટ મેચથી કરી હતી. કારકિર્દીમાં માત્ર 91 મેચ રમીને તેમણે 14 સદી ફટકારી 6080 રન બનાવ્યા હતા. વિશ્વનાથે 1982માં ચેન્નાઇ ખાતે રમાયેલી ઇંગ્લેન્ડ સામેની મેચમાં 222 રનની ઇનિંગ રમી હતી. આ પેલા 1978માં ફેસલાબાદમાં પાકિસ્તાન વિરુદ્ધ 145 રનની ઇનિંગ રમીને પાકિસ્તાની હવા કાઢી નાંખી હતી.

અનિલ કુંબલે

અનિલ કુંબલે

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં કોઇ બોલરે કુંબલેથી વધુ ટેસ્ટ મેચ દેશને જીતાડી નહીં હોય. કુંબલે ભારતનો એકમાત્ર બોલર છે કે જેણે એક ઇનિંગમાં 10 વિકેટ લીધી હોય. પાકિસ્તાન સામેની દિલ્હી ટેસ્ટમાં તેણે 74 રન આપીને 10 વિકેટ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ કારનામો કરનારા તે વિશ્વના બીજા બોલર છે. પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 132 મેચોમાં 29ની એવરેજથી 619 વિકેટ લીધી છે. જેમાં 288 વિકેટ જીતેલી મેચોમાં અને 495 વિકેટ ડ્રો મેચોમા લીધી છે. વનડેની વાત કરવામાં આવે તો તેમણે 271 વનડેમાં 337 વિકેટ મેળવી છે, જેમાંથી 198 વિકેટ જીતેલી મેચોની છે.

વેંકટેશ પ્રસાદ

વેંકટેશ પ્રસાદ

જગવલ શ્રીનાથના ન્યુ બોલ પાર્ટનર રહેલા વેંકટેશ પ્રસાદે પોતાની મધ્યમ ઝડપી બોલિંગથી દેશના અનેક મેચોમાં જીત અપાવી છે. માત્ર 33 ટેસ્ટ મેચોમાં 96 વિકેટ લેનારા વેંકટેશ એક મામલે અનલકી છે. અને એ છે વિકેટની સદી. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 96 અને વનડે ક્રિકેટમાં તેમણે 196 વિકેટ લીધી છે. પ્રસાદનું યાદગાર વનડે પ્રદર્શન 8 જૂન 1999નું છે. પાકિસ્તાન વિરુદ્ધ માન્ચેસ્ટરમાં રમાયેલી વનડેમાં માત્ર 27 રન આપીને તેમણે પાંચ વિકેટ મેળવી હતી. તે મેચ ભારતે 47 રનથી જીતી હતી. જ્યારે ટેસ્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ 28 જાન્યુઆરી 1999એ રમાયેલી ટેસ્ટના ત્રીજા દિવસે તેમણે 33 રન આપીને છ વિકેટ મેળવી હતી.

English summary
Karnataka gave this cricketers to India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more