કેએલ રાહુલે આથિયા શેટ્ટી સાથે ફોટો શેર કરી સંબંધોનો ખુલાસો કર્યો!
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર લોકેશ રાહુલે શુક્રવારે UAEમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં વિસ્ફોટક ઇનિંગ રમીને ટૂર્નામેન્ટમાં સતત બીજી અડધી સદી ફટકારી અને T20 ક્રિકેટમાં ભારતની સૌથી મોટી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઇનિંગ દરમિયાન કેએલ રાહુલે માત્ર 18 બોલમાં તેની અડધી સદી પૂરી કરી વિશ્વ કપમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બીજો ભારતીય અને વિશ્વમાં પાંચમો ખેલાડી બન્યો છે. એક તરફ કેએલ રાહુલની આ ઈનિંગે ફેન્સને ખુશ કરી દીધા છે તો બીજી તરફ આ ખેલાડીએ સોશિયલ મીડિયા પર પોતાની એક પોસ્ટથી આ ખુશીઓને બમણી કરી છે.
ભારતીય ક્રિકેટર કેએલ રાહુલે બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીના 29માં જન્મદિવસ પર તેના સત્તાવાર સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કરી એક મેસેજ લખ્યો અને તેના સંબંધો વિશે મોટી જાહેરાત કરી. નોંધનીય છે કે આથિયા શેટ્ટી બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી છે અને લાંબા સમયથી બંને રિલેશનશિપમાં હોવાની અટકળો લગાવવામાં આવી રહી હતી.
આથિયા શેટ્ટીના 29માં જન્મદિવસ પર કેએલ રાહુલે તેના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આથિયા શેટ્ટી સાથે તેના ફોટો શેર કરીને આ અટકળોનો અંત કર્યો અને કૅપ્શનમાં ગર્લફ્રેન્ડ હોવાની પુષ્ટિ કરી. આ પોસ્ટના કેપ્શનમાં કેએલ રાહુલે લખ્યું હેપ્પી બર્થડે માય લવ (My Happy birthday, my love). કેએલ રાહુલે શેર કરેલી આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં લાખો લોકો તેને લાઈક કરી ચૂક્યા છે.
આથિયા શેટ્ટી અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો જન્મદિવસ (5 નવેમ્બર) એક જ દિવસે આવે છે. કોહલીએ 33 વર્ષ પૂરા કર્યા તો આથિયા શેટ્ટીએ તેનો 29મો જન્મદિવસ ઉજવ્યો. આ જ દિવસે ભારતે સ્કોટલેન્ડ સામે તેની ચોથી મેચ રમી હતી, જ્યાં ભારતે માત્ર 39 બોલમાં જીત્યા બાદ ડ્રેસિંગ રૂમમાં કેપ્ટન કોહલીનો જન્મદિવસ ઉજવ્યો હતો.
Happy birthday my ❤️ @theathiyashetty pic.twitter.com/CqLUbyLHrK
— K L Rahul (@klrahul11) November 5, 2021
તમને જણાવી દઈએ કે, સ્કોટલેન્ડ સામેની આ મેચમાં ભારતીય ટીમે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું અને શાનદાર બોલિંગના આધારે સ્કોટલેન્ડની આખી ટીમ માત્ર 85 રનમાં જ સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતીય ટીમને ટાર્ગેટ માત્ર 43 બોલની જરૂર પડી. કેએલ રાહુલ અને રોહિત શેટ્ટીએ જબરદસ્ત શરૂઆત કરી અને માત્ર 6.3 ઓવરમાં 88 રન બનાવીને 8 વિકેટે જીત હાંસલ કરી. આ દરમિયાન કેએલ રાહુલે 19 બોલનો સામનો કર્યો અને 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 50 રનની ઇનિંગ રમી.
રાહુલે તેની ગર્લફ્રેન્ડના જન્મદિવસ પર આ ધમાકેદાર ઇનિંગ અને સંબંધની જાહેરાત આથિયા શેટ્ટી માટે બેસ્ટ ગિફ્ટમાંથી એક હશે. ભારતે હવે તેની છેલ્લી મેચ સોમવારે નામિબિયા સામે રમવાની છે.