For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs PAK : કોહલીએ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો, જાણો શું છે રેકોર્ડ?

કિંગ કોહલી હવે તેના જૂના ફોર્મમાં પરત ફર્યો છે. પાકિસ્તાન સામેની ધમાકેદાર ઈનિંગ્સ બાદ કોહલીના સતત વખાણ થઈ રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મેલબોર્ન : કિંગ કોહલી હવે તેના જૂના ફોર્મમાં પરત ફર્યો છે. પાકિસ્તાન સામેની ધમાકેદાર ઈનિંગ્સ બાદ કોહલીના સતત વખાણ થઈ રહ્યા છે. કોહલી ન માત્ર પોતાના જૂના ફોર્મમાં પરત ફર્યો છે પરંતુ તેને એકલા હાથે પાકિસ્તાન સામેની મેંચ છીનવી લીધી હતી. આ મેચમાં કોહલીએ જીત સાથે સાથે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો એક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

કિંગ કોહલીના નામે વધુ એક રેકોર્ડ

કિંગ કોહલીના નામે વધુ એક રેકોર્ડ

ભારતીય ક્રિકેટમાં કોહલી એક માત્ર એવુ નામ છે જે સચિન તેેંડુલકરના તમામ મોટા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. આ મેચમાં પણ કોહલીએ એક મોટુ કારનામુ કરતા સચિનના રેકોર્ડને પોતાના નામે કર્યો છે. રેકોર્ડની વાત કરીએ તો, આ પહેલા કોહલી અને સચિન બન્ને ભારત તરફથી વર્લ્ડકપમાં અડધી સદી ફટકારવા મામલે એક સાથે હતા. હવે કોહલીએ સચિનને પાછળ છોડી આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અહીં તમને જણાવી દઈએ કે સચિને વર્લ્ડકપમાં 23 અડધી સદી સદી ફટકારી છે. હવે કોહલીએ 24મીં અડધી સદી ફટકારીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

આ રેકોર્ડમાં પણ સચિનને પાછળ છોડ્યો

આ રેકોર્ડમાં પણ સચિનને પાછળ છોડ્યો

આ સિવાય કોહલીએ સચિનનો વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અત્યારસુધી ભારત-પાકિસ્તાન મેચમાં ભારત તરફથી સૌથી વધુ મેન ઓફ ધ મેચ જીતવામાં બન્ને 3-3 વખત સાથે સાથે હતા. હવે કોહલીએ પાકિસ્તાન સામેની મેચમાં ચૌથી વખત મેન ઓફ ધ મેચ જીતીને રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

સચિને વખાણ કર્યા

સચિને વખાણ કર્યા

કોહલીની ધમાકેદાર ઈનિંગ્સની જોરદાર પ્રસંશા થઈ રહી છે ત્યારે હવે સચિન તેંડુલકરે પણ મન મુકીને વખાણ કર્યા છે. કોહલીની ઈનિંગ્સ અને ભારતની જીત બાદ સચિને લખ્યુ કે, આ તમારા કરિયરની સૌથી શાનદાર ઈનિંગ્સ હતી. તમને જોવુ અદભૂત હતું. ખાસ કરીન 19મીં ઓવરમાં રઉફની ઓવરમાં બેકફૂટ પર જઈને લોંગ ઓન સિક્સર લગાવી તે, આની ખૂશી શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.

કોહલી તમામ રેકોર્ડ તોડી શકે છે

કોહલી તમામ રેકોર્ડ તોડી શકે છે

અહીં તમને જણાવી દઈએ કે, ક્રિકેટના મોટા બધા રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે અને ક્રિકેટના તમામ ચાહકોને લાગે છે કે સચિનના રેકોર્ડ જો કોઈ તોડી શકે છે તો તે વિરાટ કોહલી છે. સૌથી વધુ રન અને સૌથી વધુ સેન્યુરીનો રેકોર્ડ હાલ તો કોહલી સિવાય કોઈ તોડી શકે તેમ છે નહીં.

English summary
Kohli broke another record of cricket god Sachin Tendulkar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X