For Quick Alerts
For Daily Alerts
ધોનીને હટાવો, કોહલીને સુકાની બનાવોઃ ગાવસ્કર
નવી દિલ્હી, 18 ડિસેમ્બરઃ પૂર્વ ભારતીય સુકાની સુનિલ ગાવસ્કરનું માનવું છે કે મહેન્દ્ર સિંહ ધોનીને સુકાની પદેતી હટાવવાનો અને વિરાટ કોહલીને સુકાન સોંપવાનો સમય આવી ગયો છે. ભારતને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 1-2થી મળેલા પરાજય બાદ ગાવસ્કરે કહ્યું છે ક હવે સમય આવી ગયો છે કે પસંદગીકારો ભવિષ્ય તરફ જૂએ કારણ કે આખી શ્રેણીમાં ધોની પોતાના ચાર્મમાં નહોતો. આ ટેસ્ટના ચોથી દિવસ સુધી હું એમ કહીં રહ્યો હતો કે ધોનીનો કોઇ વિકલ્પ નથી, પરંતુ હવે વિરાટને વિપરીત પરિસ્થિતિઓમાં સદી ફટકારીને પોતાની જાતને સાબિત કરી છે.
મને લાગે છે કે વિરાટમાં નેતૃત્વ કરવાની ક્ષમતા છે. ગાવસ્કરે કહ્યું કે આ અંગે સાકાર્મક દ્રષ્ટિકોણથી વિચારવું જોઇએ કારણ કે તેમાં ભવિષ્ય છૂપાયેલું છે. ધોની સુકાની તરીકે આ આખી શ્રેણીમાં નિષ્ફળ નિવડ્યો છે. તેના નેતૃત્વમાં કોઇ આક્રમકતા નહોતી જોવા મળી. જો ભારતને જીતની જરૂર હતી તો ધોનીએ ચોથા દિવસે સવારે જ ત્રીજા દિવસના સ્કોર પર ઇનિંગ ડિક્લેર કરવાની જરૂર હતી.
નોંધનીય છે કે, અમદાવાદ ટેસ્ટને બાદ કરતા ટીમ ઇન્ડિયા મુંબઇ, કોલકતા અને નાગપુરમાં ઇંગ્લેન્ડ સામે કોઇ ખાસ પ્રદર્શન કરી શકી નથી. જેના કારણે શ્રેણીમાં તેણે એક વિજયને બાદ કરતા બેમાં હાર અને એક મેચને ડ્રો કરવી પડી હતી. સતત કથળેલા પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયાના સીનિયર ખેલાડીઓ અને મહેન્દ્ર સિંહ ધોની પર પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ તૂટી પડ્યા છે.