ઇંગ્લેન્ડના કાર્ડિફ મેદાનમાં આ બોલર્સ રહ્યાં છે સફળ
ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે વનડે શ્રેણીની બીજી મેચ કાર્ડિફ ખાતે રમાઇ રહી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરતા ભારતને બેટિંગ માટે આમંત્રણ પાઠવ્યું છે. ઇંગ્લેન્ડ પોતાના ટેસ્ટ પ્રદર્શનને વનડેમાં પણ જાળવી રાખવા માટે પ્રયાસો કરશે, તો બીજી તરફ ભારત ટેસ્ટના દર્દને દૂર કરવા વનડેમાં સારું પ્રદર્શન કરી જીત સાથે આગળ વધવા પ્રયત્નો કરશે.
વાત કાર્ડિફના મેદાનની થઇ રહી છે, ત્યારે એ જાણવા યોગ્ય છેકે, આ મેદાનમાં રમાયેલી વનડે મેચોમાં કયા બોલર્સે સારું પ્રદર્શન કર્યું છે. આ મેદાનમાં ક્રિકેટ રમવાની શરૂઆત 1947થી થઇ હતી, ત્યારથી લઇને અત્યારસુધી આ મેદાનમાં એકપણ બોલર એવો નથી કે જે પાંચ વિકેટ મેળવવામાં સફળ રહ્યો હોય. જોકે કૂલ વિકેટની વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડો સ્ટુઅર્ટ બ્રોડે આ મેદાનમાં ચાર મેચો રમી છે અને સાત વિકેટ મેળવી છે, તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ મેદાનમાં કયા બોલર્સ સફળ નિવડ્યા છે.
આ પણ વાંચોઃ- ટીમ ઇન્ડિયાના યુવા ખેલાડી સંજુ સેમસનની 10 અજાણી વાતો
આ પણ વાંચોઃ- 1975 WC: ‘અણનમ' ગાવસ્કરના 174 બોલમાં માત્ર 36 રન!
આ પણ વાંચોઃ- ...છતાં આ ખેલાડીઓ આગળ ન લાગ્યું ‘મહાન'નું લેબલ

સ્ટુઅર્ટ બ્રોડ
દેશઃ- ઇંગ્લેન્ડ
મેચઃ- 4
વિકેટઃ- 7
બેસ્ટ બોલિંગઃ- 4/44
એવરેજઃ- 11.85

મિશેલ મેક્લેનહાન
દેશઃ- ન્યુઝીલેન્ડ
મેચઃ- 2
વિકેટઃ- 7
બેસ્ટ બોલિંગઃ- 4/43
એવરેજઃ- 11.28

કેઇલ મિલ્સ
દેશઃ- ન્યુઝીલેન્ડ
મેચઃ- 2
વિકેટઃ- 6
બેસ્ટ બોલિંગઃ- 4/30
એવરેજઃ- 7.23

ડ્વેન બ્રાવો
દેશઃ- વેસ્ટ ઇન્ડિઝ
મેચઃ- 2
વિકેટઃ- 5
બેસ્ટ બોલિંગઃ- 3/36
એવરેજઃ- 15.80

ઇશાંત શર્મા
દેશઃ- ભારત
મેચઃ- 2
વિકેટઃ- 5
બેસ્ટ બોલિંગઃ- 3/33
એવરેજઃ- 19.80