LSG vs RCB : ફાફ ડુ પ્લેસિસ સદી ચૂક્યો, લખનૌને 182નો ટાર્ગેટ!
IPL 2022ની 31મી મેચમાં RCBએ લખનૌ સામે જીતવા માટે 182 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે સૌથી વધુ 96 રનની ઇનિંગ રમી હતી.
62ના સ્કોર પર પ્રથમ 4 વિકેટ ગુમાવ્યા બાદ આરસીબીની ટીમ મુશ્કેલીમાં જોવા મળી હતી, પરંતુ ફાફ ડુ પ્લેસિસ અને શાહબાઝ અહેમદે 5મી વિકેટ માટે 48 બોલમાં 70 રન જોડ્યા હતા. શાહબાદની વિકેટ સાથે આ ભાગીદારીનો અંત આવ્યો. તે રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 22 બોલમાં 26 રન બનાવ્યા હતા.
શાહબાદ અહેમદે આ સિઝનમાં બેંગ્લોર માટે સતત સારું પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધી 7 ઇનિંગ્સમાં 43ની એવરેજ અને 147.41ના મજબૂત સ્ટ્રાઇક રેટ સાથે કુલ 171 રન બનાવ્યા છે.
વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલની મહત્વની વિકેટ સસ્તામાં ગુમાવ્યા બાદ આરસીબીની ઈનિંગ્સ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આ દરમિયાન કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે માત્ર વિકેટ પર પોતાનો પગ જ નહોત જમાવ્યો પરંતું તેણે 40 બોલમાં પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી.