LSG vs RR : રાજસ્થાન રોયલ્સે ટોસ જીત્યો, બન્ને ટીમમાં 3 ફેરફાર!
નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનની 63મી મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જ્યાં પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે લખનૌ સુપરજાયન્ટ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. જ્યારે લખનૌ સુપરજાયન્ટ્સની ટીમ 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે અને આ મેચ જીતીને પ્લેઓફમાં પહોંચનારી બીજી ટીમ બની શકે છે. રાજસ્થાન રોયલ્સ ટીમ 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આ મેચ જીતીને તેઓ પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી બીજી ટીમ બની જશે.
જો રાજસ્થાન રોયલ્સની ટીમને હારનો સામનો કરવો પડશે તો ચેન્નઈ સુપર કિંગ્સ સામે તેના માટે રમાયેલી છેલ્લી લીગ મેચ નોકઆઉટ બની જશે જેને તેણે કોઈપણ ભોગે જીતવી પડશે. રાજસ્થાનની ટીમ પોતાને દબાણતી બચાવવા માંગશે અને લખનૌ સામે જ જીત મેળવીને પોતાનો દાવો મજબૂત કરવા ઈચ્છશે.
બ્રેબોર્નની પિચની વાત કરીએ તો અહીં ઘાસ છે, જેનો બંને ટીમો લાભ લેતી જોવા મળે છે. પિચ ખૂબ જ મજબૂત છે એટલે કે ફાસ્ટ બોલરોને અહીં ઘણી મદદ મળશે. આને જોતા લખનૌના કેપ્ટન કેએલ રાહુલ પહેલા બોલિંગ કરવા માંગતા હતા, જો કે રાજસ્થાન રોયલ્સ ટીમના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ટોસ જીત્યા બાદ કેપ્ટન સંજુ સેમસને કહ્યું કે બેટિંગ અમારી તાકાત છે, તેથી અમે એ જ કરવા માંગીએ છીએ. રાજસ્થાન રોયલ્સની ટીમે આ મેચમાં 2 ફેરફાર કર્યા છે અને પ્લેઈંગ 11માં જેમ્સ નીશમ, ઓબેદ મેકકોયને રાઈસી વેન ડેર ડુસેન અને કુલદીપ સેનની જગ્યાએ તક આપવામાં આવી છે. લખનૌ સુપરજાયન્ટ્સની ટીમે પણ પ્લેઈંગ 11માં ફેરફાર કર્યો છે અને રવિ બિશ્નોઈની જગ્યાએ કરણ શર્માને તક આપી છે.
લખનૌ સુપર જાયન્ટ્સ : ક્વિન્ટન ડી કોક (W), કેએલ રાહુલ (C), દીપક હુડા, કૃણાલ પંડ્યા, આયુષ બદોની, માર્કસ સ્ટોઇનિસ, જેસન હોલ્ડર, મોહસીન ખાન, રવિ બિશ્નોઈ, દુષ્મંતા ચમીરા, અવેશ ખાન.
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (w/c), દેવદત્ત પડિકલ, જેમ્સ નીશમ, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ, ઓબેદ મેકકોય.