For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જયવર્દનેએ અડધી સદી સાથે ટેસ્ટ ક્રિકેટને કરી અલવિદા

|
Google Oneindia Gujarati News

કોલંબો, 17 ઑગસ્ટઃ વિશ્વ ક્રિકેટના સૌથી કલાત્મક બેટ્સમેનોમાં સામેલ શ્રીલંકામાં મહિલા જયવર્દનેએ પોતાની ટેસ્ટ કારકિર્દીની આખરી ઇનિંગમાં અડધી સદી લગાવીને શાન સાથે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું. જયવર્દનેએ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે તે પાકિસ્તાન સાથે થનારી બે મેચોની ટેસ્ટ શ્રેણી બાદ નિવૃતિ લેશે.

સિન્હલીજ સ્પોર્ટ્સ ક્લબ મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે 54 રનોની ઇનિંગ રમીને જ્યારે તે પેવેલિયન તરફ ગયો તો દર્શકોએ ઉભા રહીને તેનું અભિવાદન કર્યું હતું. તે સૌમ્ય ખેલાડીએ સ્મિત સાથે દર્શકોના અભિવાદનનો સ્વીકાર કર્યો અને અંતિમ વખતે શ્રીલંકન ડીમના ડ્રેસિંગ રૂમ તરફ આગળ વધ્યો.

mahela-jayawardene
જયવર્દનેએ પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શૂરઆત 1997માં ભારત વિરુદ્ધ કોલંબોમાં કરી હતી, અંદાજે 17 વર્ષની આ યાત્રા દરમિયાન જયવર્દને 149 મેચોની 252 ઇનિંગમાં 15 વખત અણનમ રહીને 49.84ની એવરેજથી 11,814 રન બનાવ્યા. જયવર્દને પોતાના હમવતની કુમાર સંગાકારા ઉપરાંત શ્રીલંકાના બીજા એવા બેટ્સમેન છે જેમણે ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર કરતા વધારે રન બનાવ્યા છે.

સંગાકારા સાથે તેણે ત્રીજી વિકેટની જોડીમાં અનેક પળે શ્રીલંકાના સંકટને ઉગાર્યું અને આ જોડી વિશ્વ ક્રિકેટની સફળ જોડીમાં એક જાણીતી જોડી રહી છે. જયવર્દને અને સંગાકારાના નામે ટેસ્ટ ઇતિહાસમાં ત્રીજી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી નોંધાઇ છે. બન્નેએ 2006માં કોલંબોમાં દક્ષિણ આફ્રિકા 624 રન જોડ્યા હતા. આ મેચમાં સંગાકારા 13 રનોથી ત્રેવડી સદી ચૂકી ગયો હતો.

ટેસ્ટ મેચોમાં સર્વાધિક રન બનાવવાના મામલે જયવર્દને વિશ્વમાં સાતમા નંબર પર છે, જ્યારે સંગાકારા પાંચમા ક્રમે છે. સંગાકારાએ શ્રીલંકા માટે સૌથી વધારે ટેસ્ટ રન બનાવ્યા છે.

English summary
Mahela Jayavaedene says good bye to cricket just after his half century in his last test match of his career.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X