For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોનીની જેમ ધૈર્યવાન બનવાનો પ્રયત્ન કરીશ: કોહલી

|
Google Oneindia Gujarati News

સિડની, 5 જાન્યુઆરી: ભારતના નવા ટેસ્ટ કપ્તાન વિરાટ કોહલીએ આજે અત્રે જણાવ્યું કે મંગળવારે અત્રેથી શરૂ થનારી ચોથી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કરશે, તો મુશ્કેલીના સમયમાં ધૈર્યવાન રહીને પોતાના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના પગલે ચાલવાનો પ્રયત્ન કરશે.

કોહલીએ ધોનીના સંન્યાસની જાહેરાત પર જણાવ્યું કે અમે મેલબર્ન ટેસ્ટ બાદ ડ્રેસિંગ રૂમમાં કપડા બદલી રહ્યા હતા અને પોતાનો સામાન સમેટી રહ્યા હતા, જ્યારે ધોની આવ્યા અને કહેવા લાગ્યા કે તેઓ કંઇ કહેવા માંગે છે. ત્યારબાદ તેમણે પોતાના નિર્ણયની જાહેરાત કરી અને અમે સૌ આશ્ચર્યમાં પડી ગયા. આ બધું એટલું ઝલદી બની ગયું કે કંઇ સમજાયું નહીં. અમે આવી આશા ન્હોતી રાખી અને આ અમારા માટે સ્તબ્ધ કરનારો નિર્ણય હતો.

virat kohli
તેમણે જણાવ્યું કે 'અમને ન્હોતી ખબર કે શું કહેવું છે કારણ કે આ તેમના માટે ખૂબ જ ભાવનાત્મક પળ હતી. અમારા માટે પણ જેમણે તેમની કપ્તાનીમાં યુવા તરીકે શરૂઆત કરી, આ ખૂબ જ અજબ પળ હતી. કોહલીએ ધોનીના વખાણ કરતા જણાવ્યું, તેમની પાસેથી શીખવાનું ઘણું બધું હતું, ખાસ કરીને મુશ્કેલીના સમયમાં, તેમનો ધૈર્ય અને મહત્વની પળો પર તેમના નિર્ણય લેવાની ક્ષમતા. આ વસ્તુઓ ખૂબ જ કિંમતી છે અને કોઇ પણ કપ્તાન આવું પોતાની અંદર હોવું પસંદ કરશે. આશા કરું છું કે હું પણ તેની જેમ ધૈર્યવાન બની શકીશ.'

ધોનીની આંગળીમાં ઇજાના કારણે એડિલેડ ઓવલમાં પહેલી ટેસ્ટમાં કાર્યવાહક કપ્તાનની ભૂમિકા નિભાવનાર કોહલીએ બંને પારીઓમાં સદી ફટકારી હતી અને ભારતને જીતની નજીક લઇ ગયા હતા પરંતુ ટીમને 48 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે કોહલીએ જણાવ્યું કે શ્રેષ્ઠ ક્રમના બેટ્સમેનો પોતાની ભૂલોથી શીખવા માટે તૈયાર છે.

English summary
Mahendra Singh Dhoni's Retirement Came as a Shock, Says Virat Kohli.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X