For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેપ્ટન કૂલે બનાવ્યો સર્વાધિક સ્ટમ્પિંગનો વિશ્વ રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

મેલબર્ન, 28 ડિસેમ્બર: ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝના ત્રીજા ટેસ્ટનું પરિણામ શું આવશે તે અંગેનો ફેસલો તો બે દિવસમાં થઇ જશે પરંતુ આ ટેસ્ટ ભારતીય ક્રિકેટ કેપ્ટન મિસ્ટર મહેન્દ્ર સિંહ ધોની માટે જરૂર યાદગાર બની ગઇ છે.

હવે આપ પૂછશો કે કેવી રીતે તો અમે આપને જણાવીએ છીએ કે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ મેલબર્ન ક્રિકેટ મેદાન (એમસીજી) પર ચાલી રહેલી ત્રીજા ટેસ્ટ મેચના બીજા દિવસ શનિવારે આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં સર્વાધિક સ્ટમ્પિંગનું કીર્તિમાન પોતાના નામે કરી લીધું છે.

dhoni
ઓફ-સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિનના બોલ પર મિશેલ જોનસનને સ્ટંપ આઉટ કરવાની સાથે જ ધોનીએ શ્રીલંકાના કુમાર સંગાકારાને પાછળ રાખી દીધું છે. ધોનીનો આ 134મું સ્ટમ્પિંગ હતું. ધોનીએ આ સિદ્ધિ પોતાની 460મી પારીમાં હાસલ કરી, જ્યારે સંગાકારાએ 133 સ્ટમ્પિંગ માટે 485 પારીઓ ખેલવી પડી હતી. શ્રીલંકાના એખ અન્ય વિકેટકીપર અને પૂર્વ ખેલાડી રોમેશ કાલુવિતરના સૂચીમાં ત્રીજા સ્થાન પર છે. તેમના નામે 270 પારીઓમાં 101 સ્ટમ્પિંગ છે.

કેપ્ટન કૂલનો સર્વાધિક સ્ટમ્પિંગનો રેકોર્ડ
આ પહેલા બ્રિસબેન ટેસ્ટ રમતી વખતે પણ ધોનીએ અનોખો વિશ્વરેકોર્ડ બનાવ્યો હતો. બ્રિસબેન ટેસ્ટની કપ્તાની કરીને ધોનીએ ટીમ ઇન્ડિયાની વિદેશી દૌરા પર સૌથી વધારે કપ્તાનીવાળા ખેલાડીનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો જ્યારે તેમણે ઓસ્ટ્રેલિયાના ઇયાન હીલી(628)ને પછાડીને વિશ્વના ચોથા સૌથી સફળ વિકેટકીપરનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો હતો.

English summary
Indian skipper and wicketkeeper Mahendra Singh Dhoni Saturday set a record for the most number of stumpings in international cricket on day two of the third Test against Australia at the Melbourne Cericket Ground (MCG).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X