For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એશિયલ બોક્સિંગ ચેમ્પિયનશિપ: મેરી કોમ 6ઠ્ઠી વાર જીતી ગોલ્ડ મેડલ

વર્લ્ડ ચેમ્પિયન એમ.સી. મેરી કોમે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ પદક પોતાને નામ કર્યું છે. મેરી કોમે ઉત્તર કોરિયાની કિમ હયાંગ મીને હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યું છે. આ અંગે વધુ વાંચો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

વર્લ્ડ ચેમ્પિયન એમ.સી. મેરી કોમે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ પદક પોતાને નામ કર્યું છે. મેરી કોમે ઉત્તર કોરિયાની કિમ હયાંગ મીને હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યું છે. આ પહેલાં મેરી કોમે જાપાનની સુબાસા કોમુરાને 5-0થી હરાવી હતી. તેઓ 6માંથી 5 વાર આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. મેરી કોમે મંગળવારે વિયેતનામના ચિ મિન્હ શહેરમાં જાપાનની સુબાસા કોમુરાને 5-0થી હરાવી હતી. વર્તમાન રાજ્યસભા સાંસદ બોક્સ મેરી કોમે 48 કિલો લાઇટ ફ્લાઇટવેટ વર્ગના સેમિ-ફાઇનલમાં જાપાની બોક્સ કોમુરાને માત આપી હતી. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિન મેરી કોમ કોમુરા પર ભારે પડી હતી.

Mary kom

આ પહેલા તેમણે ક્વૉર્ટરફાઇનલમાં ચીની તાઇપેની મેંગ ચિએ પિનને હરાવીને અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું હતું. 34 વર્ષીય બોક્સર મેરી કોમે આ હરીફાઇના છેલ્લા તબક્કાઓમાં ચાર સુવર્ણ અને એક રજત પદક જીત્યું છે. મેરી કોમે વર્ષ 2003, 2005, 2010 અને 2012માં ગોલ્ડ મેડલ જીત્યાં છે. વર્ષ 2008માં તેમણે સિલ્વર મેડલ જીત્યું હતું. નોંધનીય છે કે, મેરી કોમ 5 વર્ષ સુધી 51 કિલોની હરીફાઇમાં ભાગ લીધા બાદ 48 કિલોના વર્ગમાં પરત ફરી છે.

English summary
mary kom wins gold asian boxing championship s 48 kg category by defeating kim hyang mi. Read More Detail Here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X