MI vs DC : દિલ્હીએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, આવી છે પ્લેઈંગ ઈલેવન!
નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 શરૂ થઈ ગઈ છે અને સિઝનની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. આ વર્ષે આ સિઝનમાં 10 ટીમો રમશે, જેના માટે બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે. આ મેચમાં મુંબઈ તેના મજબૂત બેટ્સમેનોની ખોટ અનુભવી રહ્યું છે, કારણ કે સૂર્યકુમાર યાદવ હાલમાં ઈજાના કારણે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશન હેઠળ છે. આ સિવાય નવોદિત ડેવિડ વોર્નર પણ આ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં, કારણ કે તે હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીમાં રમી રહ્યો છે.
મેચની વાત કરીએ તો રિષભ પંતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. મુંબઈ માટે કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનિંગ કરશે, જ્યારે પોલાર્ડ મિડલ ઓર્ડરમાં મુંબઈની બેટિંગનું નેતૃત્વ કરશે. બોલિંગમાં જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલિંગ ટીમનું નેતૃત્વ કરશે. ઉપરાંત, જયદેવ ઉનડકટ બ્રેબોર્ન સ્ટેડિયમની પિચ પર પણ અસરકારક સાબિત થઈ શકે છે. તેની પાસે મયંક માર્કંડેયા અને મોર્ગન અશ્વિન જેવા પ્રભાવશાળી સ્પિનરો પણ છે.
દિલ્હીની વાત કરીએ તો કેપ્ટન પૃથ્વી શૉ ઓપનિંગ કરશે. રોવમેન પોવેલ ફોર્મમાં રહેલા સરફરાઝ ખાન અને યશ ધુલ સાથે મળીને સારો દેખાવ કરશે. ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર અને અક્ષર પટેલ ફિનિશરની ભૂમિકામાં જોવા મળશે. અક્ષર પટેલ અને કુલદીપ યાદવ સ્પિન બોલિંગ વિભાગમાં ઉપલબ્ધ રહેશે. ઝડપી બોલિંગ વિભાગમાં એનરિક નોર્ટજે અને મુસ્તાફિઝુર રહેમાન છે.
બન્ને ટીમો 30 વખત સામસામે આવી છે, જેમાં દિલ્હીએ 14 મેચ જીતી છે અને મુંબઈએ 16 મેચ જીતી છે. બંને ટીમો વચ્ચેની છેલ્લી 5 મેચના પરિણામોની વાત કરીએ તો મુંબઈનું પ્રદર્શન દિલ્હી કરતા સારું રહ્યું છે. મુંબઈએ 3 અને દિલ્હીએ 2 મેચ જીતી છે. હવે આજનો આ મુકાબલો રોમાંચક થવાની સંભાવના છે.
મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા (C), ઈશાન કિશન (W), તિલક વર્મા, અનમોલપ્રીત સિંહ, કિરોન પોલાર્ડ, ટિમ ડેવિડ, ડેનિયલ સેમ્સ, મુરુગન અશ્વિન, ટાઈમલ મિલ્સ, જસપ્રિત બુમરાહ, બેસિલ થમ્પી
દિલ્હી કેપિટલ્સ : પૃથ્વી શો, ટિમ સેફર્ટ, મનદીપ સિંહ, રિષભ પંત (w/c), રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, ખલીલ અહેમદ, કુલદીપ યાદવ, કમલેશ નાગરકોટી