• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોહાલી ટેસ્ટ: શિખરના શાનદાર 185 રન સાથે ભારત મજબૂત

|

મોહાલી, 15 માર્ચ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મોહાલી ખાતે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે કાંગારુ ટીમ લંચ બ્રેક પહેલા જ ઓલઆઉટ થઇ ગયું હતું. કાંગારુ ટીમે ત્રીજા દિવસે અને પોતાના પહેલા દાવના અંતે 408 રન બનાવી લીધા છે. આ સ્કોરને ચેઝ કરવા માટે ભારતીય ટીમ મેદાને ઉતરી હતી જેમાં ભારત તરફથી ઓપનીંગ કરવા માટે શીખર ધવન અને મુરલી વિજય આવ્યા હતા. જેમાં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રી ટેસ્ટ મેચ રમી રહેલા શિખર ધવને પોતાની શાનદાર બેટિંગ થકી 185 રન બનાવી લઇ મેચમાં અણનમ છે, તેની સાથે મુરલી વિજય પણ 83 રન પર અણનમ છે.

શીખર ધવને માત્ર 85 બોલમાં સદી નોંધાવી દીધી હતી. શિખર ધવને સૌથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી બનાવવાનો વિક્રમ પણ બનાવી લીધો છે. એકપણ વિકેટ ગુમાવ્યા વગર ભારતે શાનદાર 283 રન બનાવી લીધા છે.

આ પહેલા ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટ્રેક 99, સ્મિથ 92, અને કાવને શાનદાર 86 રન નોંધાવ્યા હતા. જ્યારે ભારત તરફથી ઇશાંત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ ઝડપી હતી, જ્યારે અશ્વિન અને ઓઝાએ 2-2 વિકેટ ઝડપવામાં સફળ રહ્યા હતા.

ત્રીજી ટેસ્ટનો બીજો દિવસ:

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કાંગારુ ટીમને જાડેજાએ શરૂઆતી બે ઝટકા આપ્યા હતા. 139ના સ્કોર પર ઓસ્ટ્રેલિયાને રવિન્દ્રસિંહ જાડેજાએ પ્રથમ ઝટકો આપ્યો. જાડેજાએ વોર્નરને 71 રન પર ધોનીના હાથે કેચ કરાવી દીધો. ત્યારબાદ જાડેજાએ જ માઇકલ ક્લાર્કને શૂન્ય રને આઉટ કર્યો, ધોનીએ તેને સ્ટમ્પિંગ કરી પેવેલિયનભેગો કરી દીધો.

ત્યારબાદ કાંગારૂ ટીમને ત્રીજો ઝટકો ફિલીપ્સ હગ્સના રૂપે લાગ્યો. પ્રજ્ઞાન ઓઝાની ઓવરમાં ધોનીએ કેચ પકડી ફિલીપ્સને પેવેલિયનભેગો કરી દીધો હતો. હાલમાં ઓસ્ટ્રેલિયા 3 વિકેટના નુકસાને 175 રન પર રમી રહ્યું છે.

ભારતની સામે ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં આજે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ઓસ્ટ્રેલિયા તરફથી કોવન અને વોર્નર ઓપનિંગ કરવા મેદાનમાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ લંચબ્રેક સુધી એક પણ વિકેટ ગુમાવ્યા વગર 109 રન બનાવી લીધા હતા.

આ પહેલા ગઇકાલે ત્રીજી ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદને ભેંટ ચડી ગયા હતો, જોકે ઓસ્ટ્રેલિયા માટે પોતાના ચાર ખેલાડીઓની ગેરહાજરીમાં ચાર દિવસની રમત થોડી ફાયદાકારક રહેશે એવું વિશ્લેષકોનું માનવું છે.

ઓસ્ટ્રેલિયાની ટીમમાં બ્રાડ હાડિન, મિશેલ સ્ટાર્ક, સ્ટીવન સ્મિથ અને નાથન લિયોનને ઘાયલ મેથ્યુ વેડ, બહાર કરાયેલા જેમ્સ પેન્ટિસન, શેન વોટસન અને ગ્લેન મેક્સવેલના બદલે ટીમમાં સામેલકરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતીય ટીમમાં વિરેન્દ્ર સહેવાગ અને હરભજનસિંહના સ્થાને શિખર ધવન અને પ્રજ્ઞાન ઓઝાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

English summary
Mohali test, australia vs india third test match, Australia allout by 408 run.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X