For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોલર્સ પર ભડક્યા કેપ્ટન કૂલ ધોની

By Super
|
Google Oneindia Gujarati News

મોહાલી, 20 ઓક્ટોબરઃ પોતાના બોલર્સના નિરાશાનજક પ્રદર્શનથી કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીનો પારો ચઢી ગયો અને તેમણે કહ્યું કે, તે બોલર્સને આંગળી પકડીને ચાલતા શીખવી શકે નહીં. તેમણે કહ્યું કે, આ તમામ આંતરરાષ્ટ્રીય સ્તરના અનુભવી બોલર છે. તેમણે તેમની ક્ષમતા અનુસાર પરફોર્મ કરવી જોઇએ અને ધડાધડ રન આપવાથી બચવું જોઇએ. ધોનીએ નામ તો નથી આપ્યા, પરંતુ સમજવામાં આવે છે કે, તેનો ઇશારો સ્પષ્ટ રીતે ઇશાંત શર્મા તરફ હતો, જેમણે એક ઓવરમાં 30 રન આપીને જીતેલી બાજીને હારમાં પલ્ટાવી નાંખી હતી.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની સાત મેચોની શ્રેણીની ત્રીજી મેચ હાથમાંથી નીકળી ગયા બાદ ધોનીએ કહ્યું કે, મને લાગે છે કે, આખરી કેટલીક ઓવર્સ નિરાશાજનક હતી અને બોલિંગ અમારી ચિંતાનો વિષય બની ગઇ છે. મેદાનમાં થોડીક ઘાસ હતી, પરંતુ છેલ્લી ગેમ જેવી નહોતી. ખેલાડીઓને મહેનત કરવી પડશે અને યોજના સાથે મેદાનમાં ઉતરવું પડશે જેથી તેઓ પૂરી ક્ષમતા સાથે પરફોર્મ કરી શકે. નોંધનીય છે કે, સતત આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા ઇશાંત શર્માએ 48મી ઓવરમાં 30 રન ફેંકી દીધા, જેના કારણે હાથમાં આવેલી મેચને છટકવાથી ટીમ ઇન્ડિયા બચાવી શકી નહીં.

ms-dhoni
તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેમણે તેમના બોલર્સને કોઇ ખાસ નિર્દેશ આપવામાં આવી હતી, તો તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર બોલર્સની આંગળી પકડીને ચલાવવાની જરૂર નથી પડતી. તમારે તમારી યોજના બનાવવાની હોય છે, પોતાની સ્ટ્રેન્થ પર ફોકસ કરવાની હોય છે અને પોતાની યોજનાને એક્ઝિક્યૂટ કરવાની હોય છે. ધોનીએ રવિન્દ્ર જાડેજાના વખાણ કરતા કહ્યું કે, તેમણે વચ્ચેની ઓવર્સમાં ઘણી સારી બોલિંગ કરી અને પાર્ટ ટાઇમ બોલર્સ પાસેથી તે આવી જ આશા રાખે છે.

નોંધનીય છે કે, સતત ત્રીજી મેચમાં ભારતની બોલિંગ લાઇનઅપ કોઇ ખાસ કમાન દેખાડી શકી નહીં. ભુવનેશ્વર કુમાર અને ઇશાંત શર્મા ભારતીય ટીમ માટે ઘણા મોંઘા સાબિત થયા. ભુવનેશ્વરે જ્યાં 10 ઓવરમાં પાંચની એવરેજથી 50 રન આપ્યા, જ્યાં ઇશાંતે 8 ઓવરમાં 7.88ની એવરેજથી 63 રન આપ્યા. ટીમ માટે વિનય કુમારે 10 ઓવર્સમાં 50 રન આપીને બે વિકેટ ઝડપી, પરંતુ રવિન્દ્ર જાડેજા સૌથી સારો બોલર સાબિત થયો, તેણે 10 ઓવરમાં માત્ર 31 રન આપ્યા અને એક વિકેટ ઝડપી હતી.

English summary
A disappointed Indian captain Mahendra Singh Dhoni on Saturday did some plain talking directed to some of his non performing bowlers and said that international cricketers need not be spoon fed and they should bowl at their strengths and not bleed runs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X