• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઇજાગ્રસ્ત ધોની બહાર, કોહલી સંભાળશે સુકાન

By Super
|
Google Oneindia Gujarati News
કિંગ્સટન, 2 જૂલાઇઃ ભારતને સોમવારે મોટા ઝટકો પહોંચ્યો છે. ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોની પગમાં સ્નાયુઓ ખેંચાવાના કારણે વેસ્ટ ઇન્ડિઝમં ચાલી રહેલી ટ્રાઇ સિરિઝમાંથી બહાર થઇ ગયો છે. બીસીસીઆઇએ ધોનીની અવેજીમાં કોહલીને કાર્યવાહક સુકાની તરીકે નિયુક્ત કર્યો છે.

ધોનીના વિકલ્પ તરીકે બેટ્સમેન અંબાતી રાયુડૂને વેસ્ટઇન્ડિઝ મોકલવામાં આવ્યો છે. બીસીસીઆઇ સચિવ સંજય પટેલએ એક નિવેદનમાં કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની સ્નાયુઓ ખેંચાતા વેસ્ટ ઇન્ડિઝમાં રમાઇ રહેલી ટ્રાઇ સિરિઝમાંથી બહાર થઇ ગયો છે. સીનિયર પસંદગી સમિતિએ અંબાતી રાયુડૂને તેમના વિકલ્પ તરીકે ટીમમાં સામેલ કર્યા છે. રાયુડૂ ટૂંક સમયમાં ટીમ સાથે જોડાશે.

નોંધનીય છે કે, ટ્રાઇ સિરિઝની બાકીની મેચોમાં વિરાટ કોહલી ભારતનું નેતૃત્વ કરશે. જમૈકામાં કાલે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટ્રાઇ સિરિઝમાં ભારતના પહેલી મેચમાં બેટિંગ દરમિયાન ધોનીના સ્નાયુ ખેંચાયા હતા, ત્યારબાદ તે વિકેટકીપિંગ કરી શક્યો નહોતો.

English summary
Indian skipper MS Dhoni has been ruled out of the ongoing tri-nation series in West Indies due to a hamstring injury.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X