For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રણજી ટ્રોફી: સૌરાષ્ટ્રને હરાવી મુંબઇ 40મી વાર બન્યું ચેમ્પિયન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

wankhede-stadium-mumbai
મુંબઇ, 28 જાન્યુઆરી: કેપ્ટન અજીત અગરકર અને ધવલ કુલકર્ણીની શાનદાર બોલીંગના કારણે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવેલી રણજી ટ્રોફીની ફાઇનલના ત્રીજા દિવસે સૌરાષ્ટ્રને એક દાવ અને 125 રનોથી હરાવીને મુંબઇએ 40મી વાર ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ દાવમાં 148 રન બનાવી પેવેલિયન ભેગી થઇ જતાં મુંબઇએ પોતાના પ્રથમ દાવમાં 355 રન બનાવ્યાં હતા. તેના જવાબમાં મેદાને ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમ બીજા દાવમાં 82 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. ધવલ કુલકર્ણીએ પાંચ અને અજીત અગરકરે ચાર વિકેટ ઝડપી હતી. ધવલ કુલકર્ણીએ પ્રથમ દાવમાં પણ ચાર વિકેટ ઝડપી હતી.

મુંબઇની ટીમે 44મી વાર ફાઇનલમાં રમતાં 40મી વાર ખિતાબ જીત્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્રે 75 વર્ષ બાદ ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું પરંતુ તે આ તક ગુમાવી બેઠી હતી.

મુંબઇની ટીમે પ્રથમ દાવમાં 355 રન બનાવ્યાં હતા. મેજબાન ટીમે બીજા દાવની સમાપ્તિ સુધી છ વિકેટના નુકસાન પર 287 રન બનાવ્યા હતા. મુંબઇ તરફથી વસીમ જાફરે 132 રનનું યોગદાન આપ્યું હતું જ્યારે હિતેન શાહે 55 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર તરફથી મકવાણાએ ત્રણ વિકેટ ઝડપી હતી.

English summary
Saurashtra’s top order was blown away by Mumbai’s quick bowlers on the third morning of the Ranji final, bringing the curtain down on a hammering that gave Mumbai their 40th Ranji title.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X