વિજેન્દરના ડોપિંગ ટેસ્ટ લેવાનો નાડાનો ઇન્કાર
ખેલ મંત્રાલયે પંજાબ પોલીસની તપાસના આધાર પર ઓલમ્પિક મેડલ વિજેતા બોક્સર વિજેન્દર સિંહના ડોપ ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો હતો. પંજાબ પોલીસે દાવો કર્યો હતો કે વિજેન્દર સિંહે 12 વખત ડ્રગ્સ લીધું છે. વિજેન્દર સિંહ અને તેમના મિત્ર રામ સિંહે ડ્રગ તસ્કર અનૂપ સિંહ કહલો અને રોકી પાસેથી ડિસેમ્બર 2012 અને ફેબ્રુઆરી 2013 સુધી ડ્રગ્સ ખરીદ્યું હતું.
વિજેન્દરે કુલ 12 વખત અને રામ સિંહે પાંચ વખત ડ્રગ્સનું સેવન કર્યું. ખેલ મંત્રાલયે નાડાને વિજેન્દરના ડોપ ટેસ્ટ કરવા માટે કહ્યું હતું, પરંતુ નાડાએ એમ કહીંને ડોપ ટેસ્ટ કરવાનો ઇન્કાર કર્યો છે કે આવું કરવાથી વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન થશે.
આ કેસમાં વિજેન્દરનું નામ અનૂપ સિંહ કહલોના ઘરની બહાર વિજેન્દરની પત્નીના નામ પર રજિસ્ટર્ડ કાર મળી આવ્યા બાદ આવ્યું હતું. કહલોની ધરપકડ બાદ પોલીસે અત્યારસુધી 484 કરોડ ડ્રગ્સ ઝપ્ત કરી છે.