For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

28 વર્ષ બાદ ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે હાર્યું ભારત

|
Google Oneindia Gujarati News

cricket
નાગપુર, 17 ડિસેમ્બર: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરિઝની અંતિમ ટેસ્ટ ડ્રો પર સમાપ્ત થઇ ગઇ છે. આની સાથે જ ઇંગ્લેન્ડે ટીમ ઇંન્ડિયાને 27 વર્ષ બાદ ભારતને ઘરઆંગણે માત આપી છે. આ ભારત માટે એક મોટી હાર છે. અમદાવાદમાં પ્રથમ ટેસ્ટ મેચ જીત્યા બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે ભારત ઇંગ્લેન્ડને 4-0થી હરાવી શકશે પરંતુ પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ઇંગ્લેન્ડની ટીમે જબરદસ્ત વાપસી કરી અને ભારતની સંભાવનાઓને ધૂળમાં ભેળવી દઇને શ્રેણી પર ઐતિહાસિક વિજય મેળવી લીધો છે.

ઇંગ્લેન્ડે પોતાના બીજા દાવમાં ચાર વિકેટ પર 352 રન બનાવ્યા. જેમાં જોનાથન ટ્રોટે 143 અને ઇયાન બેલે 116 રનોનું યોગદાન કર્યું. મેચના અંતિમ દિવસે ઇંગ્લેન્ડે પોતાનો દાવ ડિક્લેર કર્યો નહીં અને એમ્પાયરોએ સહસહમતિ સાથે મેચને ડ્રો કરી દીધી.

ઇંગ્લેન્ડના કપ્તાન એલિસ્ટર કૂકને મેન ઓફ ધ સીરીઝ અને મેચમાં ચાર વિકેટ લેનાર બ્રિટિશ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને મેન ઓફ ધ મેચ પુરસ્કાર કરવામાં આવ્યા. ઇંગ્લેન્ડની સામે ભારતની આ સતત બીજી ટેસ્ટ શ્રેણીમાં હાર છે. હાર બાદ ટીમ ઇંન્ડિયાના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ ટીમના બેટ્સમેનોને દોષી ઠેરવ્યા, અને જણાવ્યું કે અમારા બેટ્સમેનોએ મોટો સ્કોર નહી બનાવી શકતા અમે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો.

ધોનીએ ઇંગ્લેન્ડની ટીમને જીત માટે શુભેચ્છા પાઠવીને જણાવ્યું કે તેમણે અમને રમતના દરેક પાસામાં માત આપી. અમે અમારી ભૂલોના કારણે હાર્યા. સાથે સાથે તેમણે ટીમમાં મોટાપાયે ફેરફાર કરવાની માગ કરી હતી.

English summary
England on Monday broke a 28-year-old jinx by achieving a historic Test series win on Indian soil, leaving the hosts embarrassed with a 2-1 verdict in their favour after the fourth and final match ended in a draw here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X