29 બોલમાં 12 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે ફટકારી સદી
મુંબઇની કાંગા લીગમાં પારકોફીન ક્રિકેટર્સ ટીમના નીલ નારવેકરે એક નવો ઇતિહાસ રચી નાંખ્યો છે. તેણે કાંગા ક્રિકેટ લીગના બી ડિવીઝન મેચમાં માત્ર 29 બોલમાં જ સદી ફટકારી દીધી છે. નારવેકરે પોતાની 30 બોલની ઇનિંગમાં ધમાકેદાર 103 રન જોડ્યા.
ખાર જીમખાના ક્રિકેટ ટીમ અને પારકોફીન ટીમ વચ્ચે રમાયેલી આ મેચમાં પહેલા ખાર જીમખાનાની ટીમના રવિ શિંદેએ 118 રન અને અર્જુન શેટ્ટીએ 96 રનની દમદાર ઇનિંગ રમી 349 રનનો સ્કોર ઊભો કર્યો હતો. જેના જવાબમાં બેટિંગ માટે ઉતરેલી પારકોફીનની ટીમે નવ વિકેટ ગુમાવીને 492 રન બનાવી નાંખ્યા હતા. આ ઇનિંગનું સૌથી મોટું આકર્ષણ નારવેકર હતો. જેણે 29 બોલમાં જ સદી ફટકારી દીધી હતી. તેણે કુલ 30 બોલમાં 103 રન બનાવ્યા. નારવેકરે પોતાની આ ધમાકેદાર ઇનિંગમાં 12 છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે બોલિંગમાં પણ સારું પ્રદર્શન કરી ચૂક્યો છે. ઓફ સ્પિન બોલિંગ કરનાર નારવેકરે બી ડિવીઝન ટાઇમ્સ શીલ્ડ મેચમાં સર્કો બીપીઓ માટે રમતા પાંચ વિકેટ લીધી હતી, જેમાં હેટ્રિક પણ સામેલ હતી. નારવેકર એક શાનદાર ઓલરાઉન્ડર છે, પરંતુ આજ સુધી તેણે મુંબઇ માટે કોઇપણ ઉમર વર્ગની ટૂર્નામેન્ટ સુધી પહોંચાડવામાં આવ્યો નથી. તેણે કહ્યું કે, હું હંમેશા સંભવિતોમાં રહ્યો, પરંતુ ક્યારેય પસંદ કરવામાં આવ્યો નહીં. તેથી હું આ ઇનિંગ પછી પણ કોઇ આશા રાખતો નથી.












Click it and Unblock the Notifications
