હારથી નથી હતાશ, યુવાનોના પ્રદર્શનથી કોહલી ખુશ

Posted By:
Subscribe to Oneindia News

મિરપુર, 3 માર્ચઃ એશિયા કપમાં ભારતીય ટીમ નોકાઉટની કગાર પર પહોંચી ગઇ છે, પરંતુ સુકાની વિરાટ કહોલી એ વાતને લઇને જરા પણ આઘાત અનુભવી રહ્યો નથી, ઉલટુ તે ટીમના ખેલાડીઓના પ્રદર્શનથી ખુશ થયો છે. ભારતીય ટીમ દ્વારા સતત નિષ્ફળ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. એશિયા કપમાં પણ બાંગ્લાદેશ સામેની મેચમાં વિજય મેળવ્યા બાદ ભારતે શ્રીલંકા અને કટ્ટર વિરોધી પાકિસ્તાન સામે પરાજયનો સામનો કરવો પડ્યો છે.

virat-kohli-asia-cup
‘ મને આઘાત લાગ્યો નથી. જે રીતે ટીમના ખેલાડીઓ ફાઇટ આપી રહ્યાં છે તેનાથી હું ખુશ છે. ફિલ્ડિંગ અને બોલિંગમાં ટીમના ખેલાડીઓ દ્વારા જે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તેનાથી હું ગૌરવ અનુભવી રહ્યો છું. આ પ્રકારની પીચમાં પાકિસ્તાન જેવી ટીમ સામે 245 રનનો ટાર્ગેટ યોગ્ય નહોતો, પરંતુ મારું માનવું છે કે, ટીમે સારું પ્રદર્શન કરવા પ્રયાસ કર્યો. ભારતની હાર શાહિદ આફ્રિદીએ છેલ્લી ઓવરમાં બે સિક્સર ફટકારી તે સાથે જ નિશ્ચિત થઈ ચૂકી હતી.'


કોહલીએ કહ્યું,‘ જો તમે જુઓ તો તેમની પાસે જે પ્રકારના બેટ્સમેન છે, તેમની સામે આપણા બોલર્સને ઓછો અનુભવ હોવા છતાં પણ સારી ફાઇટ આપી. મારો કહેવાનો તાત્પર્ય એ છે કે, અમિત મિશ્રાએ 10 ઓવરમાં 28 રન આપ્યા અને બે વિકેટ લીધી, તેણે મિસ્બાહ, હાફીઝ, ઉમર અકમલ અને શાહિદ આફ્રિદી જેવા બેટ્સમેનો સામે સારી બોલિંગ કરી. તેથી મારું માનવું છે કે એ સ્વિકાર્ય પ્રદર્શન છે અને જે રીતે એ ટીમના ખેલાડીઓ એ પ્રદર્શન કર્યું છે, તેનાથી હું ગૌરવ અનુભવું છું.'

તેણે કહ્યું કે, જો તમે અનુભવની સરખામણી કરો તો તેમની પાસે ઘણો લાંબો અનુભવ છે અને આંતરરાષ્ટ્રીયમાં એ વાત ઘણું મહત્વ ધરાવે છે. તમે આ સાથે ટી-20 મેચમાં જઇ શકો છો પરંતુ 50 ઓવરની મેચમાં તમારે અને બાબતો રજૂ કરવાની હોય છે જે ટીમના ખેલાડીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. ભારતીય બોલર્સ જેવા કે અમિત મિશ્રા(10 ઓવરમાં 2/28) અને આર અશ્વિન (3/44) મેચને રસપ્રદ તબક્કામાં લઇ ગયા હતા અને એક સમયે પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં નવ રન કરવાની સ્થિતિમાં લાવીને મુકી દીધું હતું.

English summary
His team is on the verge of being knocked out of the Asia Cup after back-to-back losses but India's stand-in skipper Virat Kohli said he is not at all shocked by the prospect as his side is massively inexperienced even though it has shown "character".

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.