For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જોકોવિચની શાનદાર રમતે તોડ્યું ફેડરરનું સ્વપ્ન

|
Google Oneindia Gujarati News

લંડન, 7 જુલાઇઃ ટોચનો ક્રમાંક ધરાવતા નોવાક જોકોવિચે પોતાની તીખી સર્વિસ અને આક્રમક શૉટ્સની મદદથી રવિવારે રોજર ફેડરરનું આઠમું ટાઇટલ જીતવાનું સ્વપ્ન તોડીને વિમ્બલડન ટેનિસ ટૂર્નામેન્ટનું મેન સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. જોકોવિચે પહેલો સેટ ગુમાવ્યા બાદ શાનદાર પુનરાગ્મન કર્યું. અંદાજે ચાર કલાક સુધી ચાલેલી મેરાથોન મેચમાં જોકોવિચે 6-7, 6-4, 7-6, 5-7, 6-4થી જીત નોંધાવી છે.

જોકોવિચના નામે બીજું વિમ્બલડન ટાઇટલ

2011માં ચેમ્પિયન રહેલા જોકોવિચનું આ બીજું વિમ્બલડન ટાઇટલ છે. આ જીતથી તે રાફેલ નડાલના સ્થાને ફરીથી વિશ્વનો નંબર વન ખેલાડી બની ગયો છે. આ તેની કારકિર્દીનું સાતમું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. આ સર્બિયાઇ ખેલાડીને ટાઇટલ જીતવા બદલ 1,760,000 પોંડની ઇનામી રકમ મળી જ્યારે 17 વખત ગ્રાંડસ્લેમ ચેમ્પિયન 32 વર્ષીય ફેડરરને 880,000 પોંડની રકમથી સંતોષ માનવો પડ્યો.

સાતમી વખત ચેમ્પિટન ફેડરર આઠમી વખત ટાઇટલ જીતવાની કવાયદ કરી રહ્યાં હતા, પરંતુ વિલિમય રેનશા અને પીટ સેમ્પ્રાસને પાછળ છોડવામાં તે નિષ્ફળ રહ્યા છે. આ ટાઇટલ જો તેમણે જીત્યું હોત તો ઓપન યુગના સૌથી વધારે ઉમરના ટાઇટલ જીતનાર ખેલાડી પણ બની ગયા હોત.

પહેલા સેટથી જ જોરદાર મુકાબલો

પહેલા સેટથી જ જોરદાર મુકાબલો

પહેલા સેટમાં બન્ને ખેલાડીઓની વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો. ફેડરરને આ વચ્ચે સર્વ અને વોલીના શાનદાર નમૂના રજૂ કર્યા જ્યારે નવમી ગેમમાં બન્ને ખેલાડીઓ વચ્ચે લાંબી રેલીઓ ચાલી. જોકોવિચની સર્વિસ ઘણી દમદાર હતી, તેમણે પહેલી ચાર સર્વિસ પર માત્ર બે અંક ગુમાવ્યા અને તેમાથી એક અંક ડબલ ફોલ્ટ પર હતો.

બીજા સેટમાં છવાયો જોકોવિચ

બીજા સેટમાં છવાયો જોકોવિચ

જોકોવિચે બીજા સેટમાં પ્રારંભથી જ પોતાની તીખી સર્વિસમાં ફેડરરને ફસાવી દીધો અને આ સેટ જીતીને મેચ બરોબર કરી લીધી. સર્બિયાઇ ખેલાડીએ ત્રીજી ગેમમાં ફેડરરના ડબલ ફોલ્ટનો ફાયદો ઉઠાવીને બ્રેક પોઇન્ટ લીધો. આ વખતે ચેમ્પિયનશિપમાં આ બીજી વખત બન્યુ કે ફેડરરે પોતાની સર્વિસ ગુમાવી પડી.

ત્રીજા સેટમાં પણ જોકોવિચ થયો વિજયી

ત્રીજા સેટમાં પણ જોકોવિચ થયો વિજયી

આ પહેલા ક્વાર્ટર ફાઇનલમાં તેમણે પોતાના જ દેશના સ્ટેનિસલાસ વાવરિંકા વિરુદ્ધ જીતમાં સર્વિસ ગુમાવી હતી. ફેડરરની સર્વિસ તોડ્યા બાદ જોકોવિચના ડાબા ઘૂટણમાં સમસ્યા ઉભી થઇ પરંતુ તેમણે એ સમસ્યાને અવગણીને 43 મીનિટમાં બીજો સેટ પોતાના નામે કરી લીધો. ત્રીજા સેટમાં ટાઇબ્રેકરમાં જોકોવિચે બાજી મારી લીધી અને આ સેટ 7-4થી પોતાના નામે કરી લીધો.

જોકોવિચે તોડી ફેડરરની સર્વિસ

જોકોવિચે તોડી ફેડરરની સર્વિસ

શરૂઆત જોકોવિચે કરી તેમણે ચોથી ગેમમાં બ્રેક પોઇન્ટ લઇને બઢત બનાવી પરંતુ ફેડરરે આગામી ગેમમાં હિસાબ બરાબર કરી લીધો. સર્બિયાઇ ખેલાડીએ ફરી છઠ્ઠી ગેમમાં ફેડરરની સર્વિસ તોડી અને પછી 5-2થી બઢત હાંસલ કરી લીધી. તે 5-3ના સ્કોર પર ખિતાબ માટે સર્વિસ કરી રહ્યાં હતા, પરંતુ ફેડરરે પોતાની જિજીવિષાનું એક શાનદાર ઉદાહરણ રજૂ કરતા બ્રેક પોઇન્ટ કરી લીધો. ફેડરરે 11મી ગેમમાં જોકોવિચની સર્વિસ તોડીને મેચને 2-2થી સમાંતર કરી લીધી.

સાત વર્ષ બાદ થયો આમનો સામનો

સાત વર્ષ બાદ થયો આમનો સામનો

આ વચ્ચે 10મી ગેમમાં જોકોવિચને લાગ્યું કે 30-40ના સ્કોર પર તેમણે મેચ જીતી લીધી છે, પરંતુ ફેડરરના નિર્ણયે પડકાર ફેંક્યો અને ત્યારે સાબિત થઇ ગયું કે બોલ લાઇનમાંહતો. પાંચમા સેટમાં બન્ને ખેલાડીઓ વચ્ચે ફરીથી જોરદાર મુકાબલો જામ્યો, પરંતુ આખરે જોકોવિચે ફેડરરની સર્વિસ તોડવામાં સફળ રહ્યો. તેમણે બીજી ચેમ્પિયનશિપ પોઇન્ટ પર ટાઇટલ જીતી લીધું. આ બન્ને ખેલાડીઓની વચ્ચે આ બીજીવાર બન્યુ હતું કે કોઇ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટની ફાઇનલમાં તેઓ આમને સામને હોય, આ પહેલા 2007માં અમેરિકન ઓપનમાં ફેડરરે સીધા સેટોમાં જીત નોંધાવી હતી.

English summary
Novak Djokovic defeats Roger Federer and wins Wimbledon men's final. Federer's dream of breaking Pete Sampras record has also been shattered With this defeat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X