For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહેન્દ્ર સિંહ ધોની પર લાગ્યા આરોપો, ફસાયો વિવાદોમાં

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

m-s-dhoni
નવી દિલ્હી, 3 જૂન: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિવાદો ફસાયા છે. તેમના પર એક નવો આરોપ લાગી રહ્યો છે. એક અંગ્રેજી સમાચાર પત્રના અનુસાર સ્પોર્ટ્સ માર્કેટિંગ ફર્મ રહિતિ સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીની 15 ટકાની ભાગીદારી છે. આ કંપની ટીમ ઇન્ડિયામાં રમનાર ચાર ખેલાડીઓનું પણ મેનેજમેન્ટ જોવે છે. કંપની મહેન્દ્ર સિંહ ધોનીના ખાસ મિત્ર અને બિઝનેસ પાર્ટનર અરૂણ પાંડેય ચલાવે છે.

આ કંપની તેમની બિઝનેસ લાઇફને પણ મેનેજ કરે છે. આ કંપની કેટલાક પ્રકારના વેપારી સંગઠનો સાથે જોડાયેલ છે. સમાચાર મુજબ ઓછામાં ઓછા 2 કેસમાં પ્રોપરાઇટી અને હિતોના ટકરાવની સ્થિતી બને છે.

આ ઉપરાંત ચેન્નઇ સુપર કિંગ્સના માલિક શ્રીનિવાસનની કંપની ઇન્ડિયા સીમેન્ટસમાં મહેન્દ્ર સિંહ ધોની ઉપાધ્યક્ષ પણ છે. એવા પ્રશ્નો ઉઠી રહ્યાં છે કે શું સ્પૉટ ફિક્સિંગ વિવાદમાં ચેન્નઇ સુપરકિંગ્સનું નામ ઉછળ્યા બાદ પણ મહેન્દ્ર સિંહ ધોની સિર્ફ એટલા માટે ચૂપ રહ્યાં છે કારણ કે બિઝનેસમેન મહેન્દ્ર સિંહ ધોનીનું નુકસાન ન થાય. મહેન્દ્ર સિંહ ધોનીએ આ વર્ષે રહિતિ સ્પૉટ્સ મેનેજમેન્ટમાં 210 કરોડ રૂપિયાના બદલામાં 15 ટકા ભાગીદારી ખરીદી હતી.

English summary
India captain Mahendra Singh Dhoni has 15 percent stake in a sports marketing firm managing him and three other Indian cricketers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X